ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Worlds Shortest Woman Elif Kocaman Died: વિશ્વની સૌથી ટૂંકી મહિલા એલિફ કોકામનનું નિધન

વિશ્વની સૌથી ટૂંકી મહિલા(Former Worlds Shortest Woman) એલિફ કોકામનનું નિધન (Elif Kocaman Died) થયું છે. 33 વર્ષના એલિફની લંબાઈ માત્ર 72.6 સેન્ટિમીટર એટલે કે 2.5 ફૂટ હતી.

Elif Kocaman Died
Elif Kocaman Died

By

Published : Jan 2, 2022, 11:03 AM IST

હૈદરાબાદ: વિશ્વની ભૂતપૂર્વ સૌથી ટૂંકી મહિલા (Former worlds shortest woman) એલિફ કોકમનનું અવસાન (Elif Kocaman died) થયું છે. 33 વર્ષીય એલિફ કોકામન તુર્કીની રહેવાસી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, મંગળવારે તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર એલિફના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને ગુરુવારે એલિફનું સારવાર દરમિયાન મોત થયું હતું.

વિશ્વની ભૂતપૂર્વ સૌથી ટૂંકી મહિલા એલિફ કોકામન

મને મારી ઊંચાઈ પર ગર્વ છે: એલિફ કોકામન

એલિફ તેની ટૂંકી ઊંચાઈના કારણે હેડલાઈન્સમાં હતી. એલિફનું નામ વિશ્વની સૌથી ટૂંકી મહિલા તરીકે ગિનીસ બુકમાં (guinness world record) પણ નોંધવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2010માં લગભગ એક વર્ષ સુધી આ રેકોર્ડ તેના નામે રહ્યો હતો. એલિફની લંબાઈ 72.6 સેન્ટિમીટર એટલે કે 2.5 ફૂટ હતી. રેકોર્ડ બુકમાં નામ દાખલ થયા બાદ એલિફે કહ્યું હતું કે, બાળપણમાં બાળકો મને ઓછી ઊંચાઈના કારણે ચીડવતા હતા પરંતુ મને હંમેશા આશા હતી કે એક દિવસ આ દુનિયા મને ઓળખશે, મને મારી ઊંચાઈ પર ગર્વ છે.

હાલ આ રેકોર્ડ મહારાષ્ટ્રની જ્યોતિ આમગેના નામે

ઉલ્લેખનીય છે કે, 2010માં સૌથી ટૂંકી મહિલાનો રેકોર્ડ એલિફના Elif Kocaman lenth) નામે હતો અને વર્ષ 2011માં અમેરિકાની બ્રિજેટ જોર્ડને તેનો રેકોર્ડ તોડ્યો હતો. બ્રિજેટની લંબાઈ 69 સેન્ટિમીટર એટલે કે 2.3 ફૂટ હતી. વર્ષ 2019માં જોર્ડનનું અવસાન થયું અને હાલમાં આ રેકોર્ડ (worlds shortest woman) ભારતની જ્યોતિ કિસાંગે આમગેના (Jyoti Kisange Amge) નામે છે. મહારાષ્ટ્રની જ્યોતિ આમગે 28 વર્ષની છે અને તેની ઊંચાઈ 63 સેમી છે. જ્યોતિ હવે અભિનેત્રી છે અને તેણે ભારતીય તેમજ અમેરિકન શોમાં કામ કર્યું છે. વર્ષ 2012- 13માં તે બિગ બોસ કાર્યક્રમમાં મહેમાન તરીકે જોવા મળી હતી.

મહારાષ્ટ્રની જ્યોતિ આમગે

આ પણ વાંચો: PM Modi Visit Meerut : વડાપ્રધાન મોદી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કરશે શિલાન્યાસ

આ પણ વાંચો: Femina Mrs Stylista India 2022: જાપાનીઝ સ્વોર્ડ આર્ટ કેન્જુત્સુમાં બ્લેક બેલ્ટ ધરાવતી મહિલા બની ફેમિના મિસિસ સ્ટાઈલિસ્ટા ઈન્ડિયા

ABOUT THE AUTHOR

...view details