- મુલાયમ સિંહની તબિયત લથડી
- બેચેનેની ફરીયાદ સાથે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
- પેટમાં દુ:ખાવાની સતત તકલીફ રહે છે
લખનઉ: સમાજવાદી પાર્ટીના સરંક્ષક મુલાયમસિંહ યાદવની તબિયત ગુરુવારે અચાનક કથળી હતી. આ દરમિયાન તેમને બેચેનીના લીધે ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની તપાસ ચાલી રહી છે. અહીંથી જ તેમણે 23 દિવસ પહેલા કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
મુલાયમ સિંહની તબિયત લથડી
સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવની તબિયત લથડતાં તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગુરુવારે મુલાયમસિંહ યાદવે બેચેનીની ફરિયાદ કરી હતી. તેમની શારીરિક અને સામાન્ય ટેસ્ટ કરવામાં આવ્યો હતો . એસપી વરિષ્ઠ નેતા લાંબા સમયથી બીમાર હતા. 82 વર્ષિય મુલાયમસિંહ યાદવને 7 જૂન એટલે કે 23 દિવસ પહેલા કોરોના રસી લીધી હતી. મુલાયમસિંહ ઘણીવાર પેટમાં દુ:ખની ફરિયાદ કરી હતી. તાજેતરના સમયમાં તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.