ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું થયું નિધન, પૌત્રએ પોસ્ટ કરી આપી જાણકારી - ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન પંડિત સુખરામનું આજે 94 વર્ષની વયે નિધન(former union minister pandit sukhram passes away) થયું છે. બુધવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા(pandit Sukhram suffers brain stroke) હતા અને સારવાર દરમિયાન તેમને અંતિમ શ્વાસ લિધા હતા.

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું થયું નિધન
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું થયું નિધન

By

Published : May 11, 2022, 9:06 AM IST

Updated : May 11, 2022, 9:59 AM IST

શિમલાઃકોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પંડિત સુખરામનું આજે 94 વર્ષની ઉમરે નિધન(former union minister pandit sukhram passes away) થયું છે. સુખરામને 7 મેના રોજ નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (All India Institute of Medical Sciences)માં દાખલ કરવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના નેતા સુખરામના પૌત્ર આશ્રય શર્માએ બુધવારે મોડી રાત્રે ફેસબુક પોસ્ટમાં લખ્યું, 'અલવિદા દાદાજી, અભી નહીં બજેગી ફોન કી ઘંટી'. પોસ્ટમાં તેમને નિધન ક્યારે થયું તેના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાનું થયું નિધન

આ પણ વાંચો - ચારધામ યાત્રામાં મોતનો શિલશિલો યથાવત : યાત્રા દરમિયાન મોતનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો, આવી રીતે થઇ રહ્યા છે મોત

94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - શર્માએ ફેસબુક પર સુખરામ સાથેનો બાળપણનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. સુખરામને 4 મેના રોજ મનાલીમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તેમને મંડીની પ્રાદેશિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને એઈમ્સમાં સારી સારવાર માટે શનિવારે એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે 7 મેના રોજ દિગ્ગજ રાજકીય નેતાને દિલ્હી લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો - અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના પ્રવાસે, ચૂંટણી પ્રચારના શ્રીગણેશ !

કોંગ્રેસ પક્ષના નિડર નેતા હતા - સુખરામ 1993થી 1996 સુધી કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) હતા. તેઓ હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય હતા. તેઓ પાંચ વખત વિધાનસભા અને ત્રણ વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા. 2011માં તેમને ભ્રષ્ટાચારના આરોપમાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સુખરામનો પુત્ર અનિલ શર્મા મંડીથી ભાજપના ધારાસભ્ય છે.

Last Updated : May 11, 2022, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details