ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યૌન શોષણ મામલામાં તહલકાના પૂર્વ સંપાદક 8 વર્ષ બાદ તરૂણ તેજપાલ મુક્ત - ગોવા પોલીસ અને કાયદાકીય વ્યવસ્થા

યૌન શોષણ મામલામાં તહલકા પત્રિકાના પૂર્વ સંપાદક તરૂણ તેજપાલને મુક્ત કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, તરૂણ તેજપાલ પર છેલ્લા 8 વર્ષથી આ મામલો ચાલી રહ્યો છે. તેમની પર સહકર્મીની સાથે લિફ્ટમાં યૌન શોષણ કરવાનો આક્ષેપ લાગ્યો હતો.

યૌન શોષણ મામલામાં તહલકાના પૂર્વ સંપાદક 8 વર્ષ બાદ તરૂણ તેજપાલ મુક્ત
યૌન શોષણ મામલામાં તહલકાના પૂર્વ સંપાદક 8 વર્ષ બાદ તરૂણ તેજપાલ મુક્ત

By

Published : May 21, 2021, 2:11 PM IST

  • તરૂણ તેજપાલ પર સહકર્મી સાથે લિફ્ટમાં યૌન શોષણ કર્યાનો આરોપ હતો
  • તહલકા પત્રિકાના પૂર્વ સંપાદક તરૂણ તેજપાલ યૌન શોષણ મામલામાં આરોપ મુક્ત
  • તરૂણ તેજપાલ છેલ્લા 8 વર્ષથી આ મામલો ચાલી રહ્યો છે

પણજીઃ તહલકા પત્રિકાના પૂર્વ પ્રધાન સંપાદક તરૂણ તેજપાલને કથિત યૌન શોષણ મામલામાંથી તમામ આરોપમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. તેમની ઉપર છેલ્લા 8 વર્ષથી આ મામલો ચાલી રહ્યો છે. તેમની ઉપર સહકર્મી સાથે લિફ્ટમાં યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. તરૂણ તેજપાલ મે 2014થી જામીન પર બહાર છે.

આ પણ વાંચો-રામલીલા ફિલ્મનો વિરોધ કરતા આગેવાનોને મેટ્રો કોર્ટે કર્યા નિર્દોષ મુક્ત

જૂનિયર સહકર્મીએ તેજપાલ પર યૌન શોષણનો લગાવ્યો હતો આરોપ

તહલકાના પૂર્વ પ્રધાન સંપાદક તરૂણ તેજપાલને શુક્રવારે એક જૂનિયર સહકર્મી દ્વારા કરવામાં દુષ્કર્મના આરોપમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. વરિષ્ઠ પત્રકાર તરૂણ તેજપાલ પર મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેમને ગોવામાં એક 5 સ્ટાર રિસોર્ટમાં વર્ષ 2013માં તેમનું શોષણ કર્યું હતું.

આ પણ વાંચોઃઅભિનેત્રી શર્લિન ચોપરાએ સાજીદ ખાન પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો

7 વર્ષ અમારા પરિવાર માટે દુઃખભર્યા રહ્યાઃ તરૂણ તેજપાલ

તેજપાલના બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે, તેમને દરેક આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આદેશ હમણા આપવામાં આવ્યો છે. ત્યારબાદ અપલોડ કરવામાં આવશે. એક નિવેદનમાં તેજપાલે કહ્યું હતું કે, છેલ્લા 7 વર્ષ મારા પરિવાર માટે દુઃખભર્યા રહ્યા છે. કારણ કેમ, અમને વ્યક્તિગત અને સામૂહિક જીવનના દરેક જગ્યાએ પડકારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ અમને કોર્ટની કાર્યવાહી, ગોવા પોલીસ અને કાયદાકીય વ્યવસ્થાનો સહયોગ મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details