મુંબઈ:ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ રવિવારે માર્ગ અકસ્માતમાં જીવ (Cyrus Mistry Road Accident) ગુમાવ્યા બાદ, તેમનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, તેના પગ અને માથામાં ગંભીર ઈજાની પુષ્ટિ થઈ (Cyrus Mistry Post mortem Report) છે. આ સિવાય શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા જોવા મળી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ સાયરસ અને તેના મિત્ર જહાંગીરનું મોત માથામાં ઈજાના કારણે થયું છે. તેના વિસેરાને પણ વધુ તપાસ માટે સાચવવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના શરીરના આંતરિક અંગો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને મેડિકલ ટર્મમાં પોલીટ્રોમા કહેવામાં આવે છે. જેના કારણે સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ચકનાચૂર થઈ ગયેલી કારને જોઈને અનુમાન લગાવી શકાય છે કે, કારની સ્પીડ કેટલી હશે ? (Former Tata Sons chairman Cyrus Mistry dead )
મળતી માહિતી મુજબ, સાયરસ મિસ્ત્રીના પરિવારના મોટાભાગના લોકો વિદેશમાં રહે છે, જે મોડી રાત સુધીમાં મુંબઈ પહોંચી જશે, તેથી મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ( Cyrus Mistry Dead)
પોલીસ તપાસમાં AGOની મદદ લેશે:સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસની તપાસમાં પાલઘર પોલીસ અકસ્માતના વાસ્તવિક કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ તપાસમાં પોલીસ એક NGOની પણ મદદ લેશે. આ NGO હાઇવે અકસ્માતોનું વિશ્લેષણ અને અભ્યાસ કરે છે. આ સાથે, ભવિષ્યમાં આવા અકસ્માતો ન થાય તે માટે તે વહીવટીતંત્ર સાથે મળીને કામ કરે છે. આવતીકાલે આ NGOના લોકો પોલીસની સાથે તપાસમાં જોડાશે.
9 મિનિટમાં 20 કિ.મી ચાલી હતી કાર :પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સાયરસ મિસ્ત્રીનું મોત નીપજતા માર્ગ અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન મિસ્ત્રી અને તેમના એક સહ-યાત્રીએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો, તેમની કાર સ્પીડમાં હતી અને ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી કારની સ્પીડ એટલી વધુ હતી કે, તેણે પાલઘર જિલ્લાના ચરોટી ચેકપોસ્ટને પાર કર્યા બાદ માત્ર નવ મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું.