ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભૂતપૂર્વ વિદ્યાર્થીએ IIT કાનપુરને 1.66 કરોડ રૂપિયાનું આપ્યું દાન, જાણો કોણ છે આ વ્યક્તિ ?

IIT કાનપુરના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી સંસ્થાને બે લાખ અમેરિકી ડોલર (આશરે 1.66 કરોડ રૂપિયા) દાનમાં આપ્યાં છે. આવો જાણીએ આજના આ એકલવ્ય વિશે, જેને શિક્ષણ અને સંસ્થા પ્રત્યે પોતાનું ઋણ ચુકવવાનો પ્રયાસ કર્યો છે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીએ IIT કાનપુરને 1.66 કરોડ રૂપિયાનું આપ્યું દાન
ભૂતપૂર્વ વિદ્યાર્થીએ IIT કાનપુરને 1.66 કરોડ રૂપિયાનું આપ્યું દાન

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 10:42 AM IST

કાનપુરઃ દેશ અને દુનિયામાં આઈઆઈટી કાનપુરના ઈનોવેશનની ખુબ વ્યાપક ચર્ચા થાય છે. આ ઉપરાંત IITના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્થાને આપવામાં આવેલા દાનને લઈને પણ અવારનવાર સમાચારો બહાર આવતા રહે છે. આવી વધુ એક ખબર ફરી માધ્યમોમાં ચમકી છે. રવિવારે, IIT ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં અમેરિકામાં કાર્યરત આશિષ કરંદિકરે IIT કાનપુરને બે લાખ યુએસ ડૉલરની રકમ દાનમાં આપવાની જાહેરાત કરી.

આશિષ કરંદીકરની ઈચ્છા: આશિષે IIT કાનપુર માટે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમના દ્વારા દાન કરાયેલી રકમનો પણ ઉલ્લેખ કર્યો હતો. આશિષ કરંદીકરે IIT કાનપુરના વહીવટી અધિકારીઓને કહ્યું કે આ રકમથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગનો વિકાસ કરવો જોઈએ. સાથે જ વિવિધ પ્રકારની ખુરશીઓ પણ લગાવવાનો અનુરોધ કર્યો હતો.

IIT કાનપુરના ભૂતપૂર્વ ડિરેક્ટર અને હાલમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના સચિવ આશિષ કરંદીકરના આ નિર્ણય અંગે પ્રો. અભય કરંદિકરે જણાવ્યું હતું કે ''IIT કાનપુરમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ વિભાગ હાલમાં સંસ્થાના સૌથી મોટા વિભાગોમાંનો એક છે. અહી સારી સંખ્યામાં ફેકલ્ટી સભ્યો અસાધારણ કાર્ય કરી રહ્યા છે. અમે માનીએ છીએ કે ફેકલ્ટી ચેરની સ્થાપના આશાસ્પદ સંશોધન લેન્ડસ્કેપમાં વધુ યોગદાન આપવામાં મદદ કરશે''.

100 કરોડનું દાન: 100 કરોડ રૂપિયાનું દાન આપીને પ્રખ્યાત બન્યા હતાં ભૂતપૂર્વ વિદ્યાર્થી રાકેશ ગંગવાલા. IIT કાનપુરના વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અવાર-નવાર સારી એવી રકમનું દાન કરીને સંસ્થાને સહયોગ આપતા રહે છે. થોડા દિવસો પહેલા, IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાકેશ ગંગવાલ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે સંસ્થાને 100 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી.

  1. Artificial Rain : IIT કાનપુરનો કમાલ, પાંચ હજાર ફૂટની ઊંચાઈથી કૃત્રિમ વરસાદનું સફળ પરીક્ષણ
  2. કેનેડા સરકારે 23 વર્ષ પછી ફી બમણી કરી, ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર

ABOUT THE AUTHOR

...view details