ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા આજે સંભાળશે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ પદની કમાન - justice arun mishra retirement

રિટાયર્ડ ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા (Arun Kumar Mishra) આજે બુધવારના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ (NHRC chairman) પદની કમાન સંભાળશે.

Arun Kumar Mishra
Arun Kumar Mishra

By

Published : Jun 2, 2021, 8:13 AM IST

  • ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ પદની કમાન સંભાળશે
  • NHRC અધ્યક્ષ પદ છેલ્લા છ મહિનાથી ખાલી હતું
  • જસ્ટિસ અરૂણ મિશ્રા 2 સપ્ટેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા

નવી દિલ્હી: રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના નવા અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) અરુણકુમાર મિશ્રા (Former SC judge Arun Kumar Mishra ) સંભાળશે. તેઓ આજે બુધવારે ચાર્જ સંભાળશે. NHRC અધ્યક્ષ પદ છેલ્લા છ મહિનાથી ખાલી હતું. જસ્ટિસ અરૂણ મિશ્રા (Arun Kumar Mishra) 2 સપ્ટેમ્બર 2020 માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.

આ પણ વાંચો: CBIના નવા વડા બન્યા સુબોધ જયસ્વાલ

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ પદની કમાન સંભાળશે

રિટાયર્ડ ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા (Arun Kumar Mishra) આજે બુધવારના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ (NHRC chairman) પદની કમાન સંભાળશે.

NHRC અધ્યક્ષ પદ છેલ્લા છ મહિનાથી ખાલી હતું

મીડિયા દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime minister Narendra Modi)ની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ જસ્ટિસ અરૂણ મિશ્રાની નિમણૂકને મંજૂરી આપી હતી. પસંદગી સમિતિમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit shah), રાજ્યસભાના અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla), રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ (Harivansh) તેમ જ રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખાર્ગે (Mallikarjun Kharge)સામેલ હતા.

આ પણ વાંચો: DRDOના વરિષ્ઠ વૈજ્ઞાનિક અનિલકુમાર મિશ્રાની કોરોનાની દવા બનાવવામાં મહત્વની ભૂમિકા

ABOUT THE AUTHOR

...view details