- અમરિંદર સિંહે અમિત શાહ સાથે લગભગ એક કલાક મુલાકાત કરી
- પંજાબના ખેડૂતોનો મુદ્દો અને કૃષિ બિલ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા મુદ્દા
- કૃષિ કાનૂન વિરુદ્ધ લાંબા સમયથી ચાલે રહેલા ખેડૂતોના આંદોલન પર ચર્ચા કરી
નવી દિલ્હી: પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહે બુધવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી, જેથી રાજનીતિમાં તેમના ભવિષ્યને લઇને અટકળો ઝડપી થઇ ગઇ છે. પંજાબના મુખ્યપ્રધાન પદથી રાજીનામુ આપ્યાના થોડા દિવસ પછી અમરિંદર સિંહ મંગળવારે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. આ બેઠક એ માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે, સિંહે પોતાના પત્તા ખોલ્યા નથી, પરંતું દાવો કર્યો હતો કે, તેમને રાજનીતી નહીં છોડી અને તેઓ અંત સુધી નહીં છોડે.
પંજાબના ખેડૂતોના મુદ્દા અને કૃષિ બિલ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો
ઉલ્લેખનિય છે કે, કેપ્ટન અમરિંદર સાંજે લગભગ 5 વાગ્યાને 50 મિનિટે શાહના ઘરે પહોંચ્યા હતા અને લગભગ એક ક્લાક સુધી મુલાકાત ચાલી હતી. ત્યારબાદ કેપ્ટન બીજા ગેટથી નીકળી ગયા. તેમની ગાડીઓ અમિત શાહના ઘરેથી નીકળતી જોવા મળી હતી, પરંતુ તેમાં અમરિંદર સિંહ બેઠા ન હતા. અમિત શાહ સાથે તેમની મુલાકાતને લઇને અમરિંદરના લોકો દાવો કરી રહ્યા છે કે, આ મુલાકાતમાં પંજાબની રાજનિતીક સ્થિતિની સાથે સાથે પંજાબના ખેડૂતોને લઇને પણ બન્ને વચ્ચે લાંબી ચર્ચા થઇ છે. પંજાબના ખેડૂતોના મુદ્દા અને કૃષિ બિલ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો છે.
દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહ સાથે મુલાકાત લીધા બાદ ટ્વીટ કરતા કહ્યું કે, દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી. કૃષિ કાનૂન વિરુદ્ધ લાંબા સમયથી ચાલે રહેલા ખેડૂતોના આંદોલન પર ચર્ચા કરી અમે તેમને પાક વિવિધીકરણમાં પંજાબના સમર્થન કર્યા સિવાય, કાયદાને રદ કરવા અને એમએસપીની ગેરંટી સાથે સંકટનું તાત્કાલિક નિવારણ લાવવાનો આગ્રહ કર્યો. આ પહેલા અમરિંદર સિંહના મીડિયા સલાહકાર નવીન ઠુકરાને પણ જાણકારી આપી હતી.
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ તેમના કટ્ટર હરીફ નવજોત સિંહ સિદ્ધુ પર પણ આકરા પ્રહારો કર્યા