- કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહને મળવા પહોંચ્યા
- પંજાબના રાજકારણમાં દિવસેને દિવસે વધી રહ્યો છે ગરમાવો
- અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ તેવી શકવાની શક્યતા
નવી દિલ્હી :કેપ્ટન અમરિંદર સિંહ અમિત શાહ ( Union Home Minister Amit Shah)ને મળવા પહોંચ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બરે પંજાબ (Punjab Congress)ના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદથી કેપ્ટન અમરિંદર ( Captain Amarinder Singh) કોંગ્રેસથી નારાજ છે. અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુ પ્રત્યે આક્રમક વલણ અપનાવ્યું છે.
અમરિંદર સિંહ અમિત શાહને મળશે
આ પહેલા મંગળવારે ભાજપના સાંસદ શ્વેત મલિકે કહ્યું હતું કે, અમરિંદર સિંહ અમિત શાહને મળશે. ભારતની સૌથી જૂની પાર્ટી તેના સભ્યોને એકજૂથ રાખવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ અલગ પડી રહી છે. આ ઉપરાંત, શ્વેત મલિકે પણ સિદ્ધુ પર કટાક્ષ કર્યો હતો. સિદ્ધુના રાજીનામા અંગે તેમણે કહ્યું હતું કે, જો સિદ્ધુ ભાજપમાં હોત તો તેઓ પોતાનો મુદ્દો પાર પાડવામાં મક્કમ રહ્યા હોત. આ સાથે તેમણે કહ્યું હતું કે, રાજીનામું માત્ર બ્લેકમેલિંગ છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, કેપ્ટન અમરિંદર સિંહ બુધવારે ગૃહપ્રધાન અમિત શાહને મળશે.
કેપ્ટન આવશે તો ભાજપને પણ થશે ફાયદો