- પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ રાજકીય ઉથલપાથલને લઈને ચર્ચામાં
- નવીનતમ ઘટનાઓને લઇને તે આજે દિલ્હી જવા રવાના થશે
- કેપ્ટન અમરિંદર સિંહ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને મળે તેલી સંભાના
નવી દિલ્હી:પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલને લઈને ચર્ચામાં છે. ત્યારે નવીનતમ ઘટનાઓને લઇને તે આજે દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાને મળે તેલી સંભાના છે. મહત્વનું છે કે, પંજાબ કોંગ્રેસમાં લાંબી લડત બાદ અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બરના રોજ સમગ્ર કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું. મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું હતું કે, તેમનું અપમાન થઈ રહ્યા છે જેથી તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો:સિદ્ધુ જૂથે કેપ્ટન અમરિંદર સામે મોરચો માંડ્યો, જાણો આ છે મતભેદ...
શું કેપ્ટન કોંગ્રેસનો હાથ છોડશે?
હકીકતમાં, છેલ્લા એક સપ્તાહમાં પંજાબના રાજકારણમાં જે બન્યું છે તે પછી બધાની નજર કેપ્ટન અમરિંદર સિંહ પર છે. કેપ્ટને ભવિષ્યની રાજનીતિમાં એક વિકલ્પ વિશે પણ વાત કરી છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ રહે છે કે, શું કેપ્ટન કોંગ્રેસનો હાથ છોડશે? જો કેપ્ટન કોંગ્રેસ છોડે છે તો તેનું આગળનું પગલું શું હશે? આગામી વર્ષે 2022 માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસે અમરિંદર સિંહને હટાવી દીધા પરંતુ હવે તમામની નજર કેપ્ટનના આગળના પગલા પર છે.
રાજીનામું આપ્યું ત્યારથી કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ પર કરી રહ્યા છે પ્રહારો