- પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રા ફરી એકવાર ચર્ચામાં
- હિંન્દુ મહાસભામાં જોડવવાનું મળ્યું આમંત્રણ
- રાજનૈતિક કોરીડોરમાં હલચલ
ગ્વાલિયર : ફરી એક વાર ગ્વાલિયરમાં હિંન્દુ મહસભા ચર્ચામાં છે. આજે હિંન્દુ મહાસભાએ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેઇના ભાણ્યો અને પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રાને હિંન્દુ મહાસભાના સભ્ય બનવા માટે આમંત્રણ આપ્યું છે અને પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રાએ આ આમંત્રણને સ્વીકાર્યું છે. હિંન્દુ મહાસભાના આમંત્રણ બાદ રાજનિતીમાં ભણભળાટ મચ્યો છે.
શાકભાજીના વેપારીઓના સમર્થનમાં આંદોલન કરવાના સમયે હિંન્દુ મહાસભાએ આપ્યું આમંત્રણ
આજે 31 માર્ચે શાકભાજીના વેપારીના સમર્થનમાં પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રા વિરોધ કરવા પહોંચ્યા હતા અને આંદોલનનું સમર્થન હિંન્દુ મહાસભાએ પણ કર્યું અને આ જ દરમિયાન હિંન્દુ મહાસભાના પદાઅધિકારીઓએ પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રાને સભ્ય બનવા માટે આમંત્રણ પત્ર આપ્યું હતું. આ દરમિયાન હિંન્દુ મહાલભાના સંભાગીય અધ્યક્ષ પનવ ગુપ્તા, સંભાગીય સંગઠન મહામંત્રી મનોજ બાટવ અને સંભાગીય સંગઠન મંત્રી મુકેશ બઘેલા હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : કચ્છમાં લવજેહાદ મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી
પૂર્વ પ્રધાન અનૂપ મિશ્રાનું આ પગલું રાષ્ટ્રહિતમાં
હિન્દુ મહાસભાના પદાધિકારીનું કહેવું છે કે ભાજપમાં જૂથવાદને કારણે અને સરકારની વિફળતાઓને કારણે તેમના જ નેતાઓ તેમના વિરૂદ્ધ નેતાઓ રોડ પર આંદોલન કરવા માટે મજબૂર બન્યા છે. જો અનૂપ મિશ્રા હિંન્દુ મહાસભાના સભ્યપદને સ્વીકારે તો તેમનું આ પગલું રાષ્ટ્રીયહિત અને જનહિતમાં હશે.