- અભિજીત મુખર્જી કોંગ્રેસ છોડી જોડાયા TMCમાં
- સોમવારે કોલકત્તામાં આયોજીત કાર્યક્રમમાં TMCનો ખેસ પહેર્યો
- TMC જંગીપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડાવે તેવી શક્યતા
કોલકાતા:ભારતના પુર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી (late President Pranab Mukherjee) ના પુત્ર અભિજીત મુખર્જી 5 જુલાઈ સોમવારે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાય ગયા છે. અભિજીત મુખર્જીએ વર્ષ 2012 અને 2014માં કોંગ્રેસની ટિકિટ પર બંગાળના જંગીપુર લોકસભા સીટથી ચુંટણી લડી જીત મેળવી હતી. વર્ષ 2019માં પણ તેમને તે જ સીટ પરથી કોંગ્રસે ટિકિટ આપી પરંતુ તેઓને જીત મેળવવામાં સફળતા મળી ન હતી.
અભિજીત મુખર્જીએ પણ પકડ્યો TMCનો હાથ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીના પરિણામ બાદ કેટલાટ નેતાઓએ તૃણમુલ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. હાલમાં જ મુકુલ રોય (Mukul Roy) પણ ભાજપથી TMCમાં ઘર પરત ફર્યા. હવે અભિજીત મુખર્જીએ પણ TMCનો હાથ પકડ્યો છે.
TMCમાં જોડાયા બાદ બોલ્યા અભિજીત
અભિજીત મુખર્જીએ TMCમાં જોડાયા બાદ કહ્યુ, “મમતા બેનર્જીએ જેવી રીતે ભાજપની સાંપ્રદાયિક લહેરને રોકી છે, “મને ખાતરી છે કે તે અન્યની સહાયથી ભવિષ્યમાં પણ આવું કરી શકશે.”