નવી દિલ્હીઆજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ (Former PM Rajiv Gandhi 78th Birth Anniversary) છે. આ પ્રસંગે કોંગ્રેસ સાંસદ અને તેમના પુત્ર રાહુલ ગાંધી, પુત્રી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Rahul And Priyanka Paid Tribute Father) વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે રાહુલ, પ્રિયંકા સાથે રોબર્ટ વાડ્રા, સાંસદ કેસી વેણુગોપાલ અને એલઓપી મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.
આ પણ વાંચોહિમાચલના મંડીમાં ભૂસ્ખલન, એક જ પરિવારના 7 લોકો દટાયા
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિરાજીવ ગાંધીની 78મી જન્મજયંતિના (Former PM Rajiv Gandhi 78th Birth Anniversary) અવસર પર રાહુલ ગાંધીએ તેમના પિતાને યાદ કરતા ટ્વિટ કર્યું. તેણે ટ્વીટમાં રાજીવ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેણે લખ્યું કે, પપ્પા, તમે મારા દિલમાં દરેક ક્ષણ મારી સાથે છો. હું હંમેશા પ્રયત્ન કરીશ કે તમે દેશ માટે જે સપનું જોયું છે તે હું પૂર્ણ કરી શકું.