- ભૂતપૂર્વ પાકિસ્તાન પેરા બ્રિગેડના સભ્યનું ભારતમાં સન્માન કરાયું
- કાઝી સજ્જાદને પદ્મશ્રી, સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
- 20 વર્ષની ઉંમરે પાકિસ્તાનની યોજનાઓ અંગેના દસ્તાવેજો સાથે ભારત આવ્યા હતા
દિલ્હી: બાંગ્લાદેશને પાકિસ્તાનના અત્યાચારોથી મુક્ત કરવામાં તેમના યોગદાન બદલ ભારત સરકારે પાકિસ્તાનની ચુનંદા પેરા- બ્રિગેડના(Member of Pakistan Para-Brigade) ભૂતપૂર્વ સભ્ય અને હવે બાંગ્લાદેશી લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) કાઝી સજ્જાદ અલી ઝહીરને સન્માનિત કર્યા છે. યોગાનુયોગ, લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ઝહીર 71 વર્ષના થઈ ગયા છે.જ્યારે ભારત અને બાંગ્લાદેશ યુદ્ધના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
ભારતીય બીર પ્રતિક, શૌર્ય માટે વીર ચક્રની સમકક્ષ અને બાંગ્લાદેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન સ્વાધિનતા મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારે પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં(Indo-Pakistani War of 1971) ભારતની સફળતામાં તેમના યોગદાનને માન આપીને તેમને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.
સરહદ પાર કરતી વખતે કાઝી સજ્જાદ ખિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા
20 વર્ષની ઉંમરે પાકિસ્તાનની યોજનાઓ અંગેના દસ્તાવેજો અને નકશા સાથે ભારત આવ્યા હતા. તે સિયાલકોટ સેક્ટરમાં તૈનાત પાકિસ્તાની આર્મીમાં એક યુવાન અધિકારી હતા અને પછી પૂર્વ પાકિસ્તાનમાં ક્રૂરતા અને નરસંહારને જોતા માર્ચ 1971માં ભારતમાં પ્રવેશવામાં સફળ થયા હતા.