નવી દિલ્હીઃપૂંછમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી અબ્દુલ બાસિતને આશંકા છે કે, ભારત પાકિસ્તાન પર બીજી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. હાલમાં જ એક વીડિયો દ્વારા બાસિતે કહ્યું છે કે, હવે પાકિસ્તાનમાં લોકો ભારત દ્વારા બીજી સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરી રહ્યા છે. મને નથી લાગતું કે ભારત હવે આમ કરશે, કારણ કે ભારત આ વર્ષે SCO મીટિંગ અને G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારત આવતા વર્ષે ચૂંટણી દરમિયાન ફરી આવું કરી શકે છે. જણાવી દઈએ કે તારીખ 20 એપ્રિલના રોજ રાજૌરી સેક્ટરમાં આતંકી હુમલામાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા.
આ પણ વાંચો Anand Mohan Release: આનંદ મોહનની રિલીઝ પાછળ નીતિશનો 2024નો પ્લાન! સમજો
ઠેરવવાનો પ્રયાસ: અબ્દુલ બાસિતે પૂંછ આતંકી હુમલાને યોગ્ય ઠેરવવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલો મુજાહિદ્દીન દ્વારા કરવામાં આવ્યો હોય કે અન્ય કોઈએ, તેઓએ નાગરિકોને નહીં પરંતુ સેનાને નિશાન બનાવ્યા છે. જો તમે કોઈ આંદોલન કરી રહ્યા છો, તો તમે સેનાને નિશાન બનાવી રહ્યા છો, નાગરિકોને નહીં. આંતરરાષ્ટ્રીય કાયદો પણ આને મંજૂરી આપે છે. પૂર્વ પાકિસ્તાની રાજદ્વારીએ એમ પણ કહ્યું કે ભારત જાણે છે કે આપણે ક્યાં ઉભા છીએ. પૂર્વ પાકિસ્તાની રાજદ્વારી અબ્દુલ બાસિતનો આ વીડિયો પૂંછ આતંકી હુમલાના થોડા દિવસો બાદ સામે આવ્યો છે.