મુંબઈNCB પૂર્વ અધિકારી સમીર વાનખેડેને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી (Sameer Wankhede Received Death Threats) મળી છે. વાનખેડેએ આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી છે. વાનખેડેએ મુંબઈ પોલીસને આપેલી ફરિયાદની તપાસ કરવા જણાવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે, 14 ઓગસ્ટે ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું અને તેના દ્વારા વાનખેડેને ધમકી આપવામાં આવી હતી.
આ પણ વાંચોદેશભરમાં ઉજવાઈ રહી છે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો આજના શુભ મુહૂર્તો વિશે
જાતિના પ્રમાણપત્રના કિસ્સામાં ક્લીન મળી ચિટહાલમાં જ સમીર વાનખેડેને જાતિ પ્રમાણપત્ર મામલે કાસ્ટ સ્ક્રુટિની કમિટી તરફથી ક્લીનચીટ મળી હતી. કાસ્ટ સ્ક્રુટિની કમિટીએ 91 પાનાના આદેશમાં વાનખેડે જન્મથી મુસ્લિમ હોવાની દલીલને ફગાવી દીધી હતી.
સમીર વાનખેડે આર્યન ડ્રગ કેસમાં ફસાયેલો હતોઆ સમગ્ર મામલો ગયા વર્ષે ત્યારે સામે આવ્યો જ્યારે વાનખેડે મુંબઈમાં નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના વડા હતા. વાનખેડેએ આક્ષેપ કર્યો હતો કે, મલિકે તે સમયે કેબિનેટ પ્રધાન તરીકે તેમના જાતિ પ્રમાણપત્રનો મુદ્દો ઉઠાવ્યો હતો કારણ કે, તેમની ટીમે મલિકના જમાઈ સમીર ખાનની ડ્રગ કેસમાં ધરપકડ કરી હતી. સમીર છૂટ્યા બાદ મલિકે આ આરોપો લગાવવાનું શરૂ કર્યું હતું. 2021ના ડ્રગ ક્રૂઝ કેસમાં, જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ પણ સામેલ હતું. આ કેસથી વાનખેડે વિરોધી ઝુંબેશને વધુ વેગ મળ્યો. આ કેસ બાદ વાનખેડેને NCBમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોભગવાન શ્રીકૃષ્ણનો ભાલકા તીર્થ સાથેનો સુવર્ણ ઈતિહાસ જાણો