- પૂર્વ સાંસદ ધનંજયસિંહે સ્વીકારી શરણાગતિ
- પ્રયાગરાજ કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી
- ધનંજયસિંહ પર છે પૂર્વ બ્લોક વડા અજિતસિંહની હત્યાના કાવતરાંનો આક્ષેપ
લખનઉઃ ધનજંયસિંહને કોર્ટે સુનાવણી બાદ કોર્ટે જેલમાં મોકલી આપ્યાં છે. ધનંજયસિંહ કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારવા આવ્યાં ત્યારે જીન્સ, સફેદ શર્ટ અને માસ્ક અને કેસરી કેપ પહેરીને કોર્ટમાં આવ્યાં હતાં. તેમણે જૂની પેન્ડિંગ ટ્રાયલમાં જામીનદારની જામીન પરત આપીને શરણાગતિ સ્વીકારી છે. કોર્ટે તેમને હાલ પૂરતાં નૈની જેલમાં મોકલી આપ્યાં છે.
આ પણ વાંચોઃअजीत सिंह हत्याकांडः पूर्व सांसद धनंजय सिंह और गिरधारी की संपत्ति होगी जब्त
- ધનંજયસિંહના પિતાએ મુખ્યપ્રધાનને લખ્યો હતો પત્ર
ઉલ્લેખનીય છે કે રાજધાની લખનઉમાં અજિતસિંહ હત્યા કેસમાં ફરાર થયેલા જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજયસિંહ પર કમિશનરેટ પોલીસ દ્વારા ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.. ગુરુવારે ડીસીપી પૂર્વી સંજીવ સુમને જણાવ્યું હતું કે પૂર્વ સાંસદ પર પૂર્વ વરિષ્ઠ નાયબ વડા અજિતસિંહની હત્યાના કેસમાં કાવતરું કરવાનો આરોપ છે. આ ઘટનાક્રમ પહેલાં પૂર્વ સાંસદ અને રારીના પૂર્વ ધારાસભ્ય એવા રાજદેવસિંહે પુત્ર ધનંજયસિંહની રક્ષા માટે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. કે પોલીસ કાર્યવાહીથી પુત્રનો જીવ જોખમમાં મુકાય તેવી તેમને આશંકા છે. તેમણે માગણી કરી હતી કે પોલીસે કાયદા વિરુદ્ધ તોડફોડ અને પ્રચાર બંધ કરવો જોઇએ. બિનજરૂરી રીતે તેમની સંપત્તિને લઇને છબી બગાડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.