- કોંગ્રેસનાં પૂર્વ સાંસદ અને મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ સુષ્મિતા દેવે (Former Congress MP and Women's Congress President Sushmita Dev) કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
- સુષ્મિતા દેવે (Sushmita Dev)સોનિયા ગાંધીને (Sonia Gandhi) ચિઠ્ઠી લખીને રાજીનામું મોકલ્યું છે
- છેલ્લા ઘણા સમયથી અનુમાન હતું કે, તેઓ પાર્ટી છોડી દેશે. તેમનાં રાજીનામાથી આ વાત સાચી સાબિત થઈ છે
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીમાં મોટો ભૂકંપ આવ્યો છે. કારણ કે, કોંગ્રેસનાં પૂર્વ સાંસદ અને મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ સુષ્મિતા દેવે (Former Congress MP and Women's Congress President Sushmita Dev) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, સુષ્મિતા દેવના ટ્વિટર હેન્ડલમાં (Twitter Handle) ફેરફાર પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, તેઓ ટૂંક જ સમયમાં પાર્ટી છોડી દેશે, જે આજે સાચું સાબિત થયું છે. આજે તેમણે ટ્વિટર હેન્ડલ (Twitter Handle) પર પોતાના પદની આગળ 'પૂર્વ' જોડી દીધું છે. તેમણે રવિવારે 15મી ઓગસ્ટે રાજીનામું આપ્યું છે. આપને જણાવી દઈએ કે, સુષ્મિતા દેવ આસામ બંગાળના મોટા નેતા સંતોષ મોહન દેવની પૂત્રી છે. તેઓ આસામની સિલ્ચર બેઠકથી સાંસદ પણ ચૂંટાયાં હતાં.
આ પણ વાંચો-પાટણ જિલ્લા કોંગ્રેસમાં 'ના' રાજીનામા, વિવિધ મોરચાના પ્રમુખોએ છેડો ફાડ્યો
કાર્તિ ચિદમ્બરમે (Karthi Chidambaram) આપ્યું નિવેદન
સુષ્મિતા દેવે કોંગ્રેસ પાર્ટી છોડી દેતા કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. કાર્તિ ચિદમ્બરમે (Karthi Chidambaram) કહ્યું હતું કે, પાર્ટીને આના પર મંથન કરવું પડશે કે, કેમ સુષ્મિતા દેવ જેવાં લોકો તેમને છોડીને જઈ રહ્યા છે. તો કપિલ સિબ્બલે (Kapil Sibal) કહ્યું હતું કે, યુવા નેતા કોંગ્રેસ છોડીને જાય છે અને આરોપ જૂના 'બુઝૂર્ગ' નેતાઓ પર લાગે છે.