ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પોલીસે પૂર્વ પ્રધાનના ભત્રીજાને રિમાન્ડ પર લીધો - Sandeep Kahlon in police remand

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં અકાલી દળના પૂર્વ પ્રધાન નિર્મલ સિંહ કાહલોનના ભત્રીજા સંદીપ કાહલોનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેને સાત દિવસના રિમાન્ડ (Sandeep Kahlon in police remand) પર લીધો છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પોલીસે પૂર્વ પ્રધાનના ભત્રીજાને રિમાન્ડ પર લીધો
સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પોલીસે પૂર્વ પ્રધાનના ભત્રીજાને રિમાન્ડ પર લીધો

By

Published : Jul 13, 2022, 7:47 PM IST

લુધિયાણા: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં અકાલી દળના પૂર્વ પ્રધાન નિર્મલ સિંહ કાહલોનના ભત્રીજા સંદીપ (Former minister nephew Sandeep Kahlon) કાહલોનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેને સાત દિવસના રિમાન્ડ (Sandeep Kahlon in police remand) પર લીધો છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મુસાની હત્યામાં પોલીસને શંકા છે કે, શાર્પશૂટર્સને માણસા લઈ જઈને હથિયારો પૂરા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:22,000 પાનામાં સંજીવ ભટ્ટે ક્યાં ખોટા પુરાવા રજૂ કર્યા: આનંદ યાજ્ઞિક

નોંધનીય છે કે, સાલેમ તાબરી પોલીસ સ્ટેશનમાં સંદીપ કાહલોન (Sandeep Kahlon on seven days police remand ) વિરુદ્ધ પહેલાથી જ નોંધાયેલા કેસ ઉપરાંત હત્યાના કાવતરાની કલમ 302 અને આર્મ્સ એક્ટ હેઠળ અન્ય કલમો ઉમેરવામાં આવી છે. સંદીપ કાહલોન વર્તમાન BDPO છે અને સતબીર સિંહે બલદેવ ચૌધરીની ધરપકડ બાદ પોલીસને સંદીપ કાહલોન વિશે માહિતી આપી હતી. જાણવા મળ્યું છે કે, સંદીપ કાહલોનની થોડા દિવસો પહેલા લુધિયાણા પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:વિવશતાની પરાકાષ્ઠા: જીવના જોખમે નદી પાર કરતા ગામવાસી

ઉલ્લેખનીય છે કે લુધિયાણા પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો અને પોલીસે તેના વધુ સાત દિવસના રિમાન્ડ લંબાવ્યા છે. સંદીપને ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયા સાથે ગાઢ સંબંધો હોવાનું પણ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસ બાદ સંદીપ કાહલોન અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો અને લુધિયાણામાં એક સંબંધીના ઘરે છુપાઈ ગયો હતો. જે બાદ પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details