- પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ પહાડિયાની પત્નીનું નિધન
- શાંતિ પહાડિયાના અંતિમ સંસ્કાર ગુરૂગ્રામના સેક્ટર 32માં કરવામાં આવી
- રાજ નેતાઓએ શોક સંવેદના વ્યક્ત કરી
જયપુરઃ પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ પહાડિયાના નિધનના 2 દિવસ બાદ તેમની પત્નિ શાંતિ પહાડિયાનું પણ નિધન થયું છે. શાંતિ પહાડિયા પૂર્વ સાંસદ અને MLA રહી ચૂકેલા હતા. શાંતિ પહાડિયાના અંતિમ સંસ્કાર ગુરૂગ્રામના સેક્ટર 32માં આજે બપોરે 2 વાગે કરવામાં આવશે. શાંતિ પહાડિયાના નિધનથી રાજ્યપાલ કલરાજ મિશ્ર, મુખ્યપ્રધાન આશોક ગેહલોત, PCC ચિફ ગોંવિદ ડોટાસરા પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે સહિતના રાજ નેતાઓએ શોક સંવેદના વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ વિરાટ કોહલીના નાનપણના કોચ સુરેશ બત્રાનું નિધન
શાંતિ પહાડિયાના અંતિમ સંસ્કાર ગુરૂગ્રામના સેક્ટર 32માં
જગન્નાથ પહાડિયાની પણ ગુરૂગ્રામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સરવાર દરમિયાન જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા. જણાવવામાં આવ્યું હતુ કે, તે પણ કોરોનાથી સંક્રમિત હતા. શાંતિ પહાડિયા 2 વખત MLA અને રાજ્ય સભાના સાંસદ રહી ચૂકેલા છે. ભરતપુરની વૈર સીટ પર પણ શાંતિ પહાડિયા પૂર્વ MLA રહી ચૂકેલા છે.
આ પણ વાંચોઃ સંગીતકાર લક્ષ્મણનું નાગપુર ખાતે નિધન
મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ટવીટ કરી શોક વ્યક્ત કર્યો
મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ટવીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. ગહેલોતે શાંતિ પહાડિયાના નિધનની ખબરને અત્યંત દુઃખદ જણાવી હતી અને પણ જણાવ્યું હતુ કે, જગન્નાથ પહાડિયા અને શાંતિ પહાડિયા બન્ને રાજનિતીમાં સક્રિય હતા. ગહેલોતે જણાવ્યુ કે, પહાડિયાએ પાર્ટી માટે સેવા આપી હતી. પ્રથના કારૂ છું કે, તેમના પરિવારને ભગવાન આઘત સહવાની શક્તિ આપે અને શાંતિ પહાડિયાની આત્માને ભગવાન શાંતિ આપે.