- અનિલ દેશમુખ પર હતો મની લોન્ડ્રિંગનો કેસ
- ઇડીની કસ્ટડીમાં હતા અનિલ દેશમુખ
- કોર્ટે મંજૂર કરી 14 દિવસની કસ્ટડી
મુંબઇ: મની લોન્ડ્રિંગ કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે તેવા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની જામીન અરજી પર શનિવારે સુનવણી યોજાઇ હતી. જો કે આ સુનવણી દરમ્યાન તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલામાં આવ્યા છે. જો કે 2જી નવેમ્બરથી આજ દિવસ સુધી તેઓને ઇડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતાં.
ઇડીની કસ્ટડીમાં હતા અનિલ દેશમુખ
મની લોન્ડ્રિંગ કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે તેવા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની જામીન અરજી પર શનિવારે સુનવણી યોજાઇ હતી. જો કે આ સુનવણી દરમ્યાન તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલામાં આવ્યા છે. જો કે 2જી નવેમ્બરથી આજ દિવસ સુધી તેઓને ઇડીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતાં. ઇડીએ સોમવારે 12 વાગ્યા પછી અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. પુછપરછમાં સામે આવ્યું કે અનિલ દેશમુખની તરફથી સંતોષકારક જવાબ આપવામાં આવ્યા નથી.