ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાનું નિધન - દિલ્હીમાં અવસાન પામ્યા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રા 94 વર્ષની વયે લાંબા સમયની બીમારીને કારણે નવી દિલ્હીમાં અવસાન પામ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાનું નિધન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાનું નિધન

By

Published : May 4, 2021, 5:01 PM IST

  • જગમોહન મલ્હોત્રા ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા
  • દિલ્હી અને ગોવાના લેફ્ટનન્ટ ગવર્નરના પદે પણ રહી ચુક્યા
  • આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન માટેની રણનીતિ પણ ઘડી

નવી દિલ્હી:જમ્મુ-કાશ્મીરના 94 વર્ષીય પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાનું લાંબી બિમારીના કારણે નવી દિલ્હીમાં નિધન થયું છે. જગમોહન મલ્હોત્રાનો જન્મ 25 સપ્ટેમ્બર 1927માં થયો હતો. પૂર્વ સિવિલ સેવક, જગમોહન મલ્હોત્રા તેમની કારકિર્દીમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા હતા. તેમણે દિલ્હી અને ગોવાના લેફ્ટનન્ટ ગવર્નરના પદે પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચો:કેરળ કોંગ્રેસના સુપ્રીમો આર.કે. બાલકૃષ્ણ પિલ્લઇનું નિધન

મલ્હોત્રા 2 વાર જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહ્યા

જગમોહન મલ્હોત્રા પણ લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે શહેરી વિકાસ અને પર્યટન પ્રધાન પદ પણ સંભાળ્યું હતું. જગમોહન મલ્હોત્રા 2 વાર જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ પદે રહ્યા હતા. તેમણે આ પદ 1984થી 1989 અને ફરીથી જાન્યુઆરીથી મે 1990માં સંભાળ્યું હતું. રાજ્યપાલ હતા ત્યારે જગમોહને ઘણા સખત નિર્ણયો લીધા હતા.

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાના કારણે નિધન

વાજપેયી સરકારમાં પ્રધાન રહ્યા

તેમણે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન માટેની રણનીતિ પણ ઘડી હતી. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન કાશ્મીરી પંડિતો પરના જુલમ રોકવાનો પ્રયાસ કર્યો. તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં પ્રધાન પણ બન્યા હતા.

ABOUT THE AUTHOR

...view details