ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂકેલા અંશુમાન સિંહનું આજે અવસાન

રાજસ્થાન અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂકેલા અંશુમાન સિંહનું આજે અવસાન થયું હતું. તે 85 વર્ષના હતા. અંશુમન સિંહ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા.

By

Published : Mar 8, 2021, 5:41 PM IST

રાજસ્થાન અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂકેલા અંશુમાન સિંહનું આજે અવસાન
રાજસ્થાન અને ગુજરાતના રાજ્યપાલ રહી ચૂકેલા અંશુમાન સિંહનું આજે અવસાન

  • તે 85 વર્ષના હતા
  • આજે સોમવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
  • એડવોકેટ તરીકે 28 વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કામ કર્યું હતું

પ્રયાગરાજ: રાજસ્થાન અને ગુજરાતના રાજ્યપાલ રહેલા અંશુમાન સિંહનું આજે અવસાન થયું હતું. તે 85 વર્ષના હતા. તે ઘણા દિવસોથી બીમાર હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે આજે સોમવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અંશુમાન સિંહ રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા હતા.

અંશુમાન સિંહ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા

અંશુમાન સિંહે એડવોકેટ તરીકે 28 વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કામ કર્યું હતું. રાજસ્થાન હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસના પદ પરથી નિવૃત્ત થયા બાદ ગુજરાત અને રાજસ્થાનના રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી. લોકડાઉન દરમિયાન તેમણે પુત્ર અરુણસિંહને USથી આવતાની સાથે જ એરપોર્ટથી પરત મોકલી દીધો હતો. તે પછી પણ તે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેઓ સ્ટેનલી રોડ પર સુમિત્રા પંત, પત્ની ચંદ્રાવતી સિંહ અને નાના પુત્ર એડવોકેટ વરૂણસિંહ સાથે કોઠીમાં રહેતા હતા. અંશુમન સિંહના નિધન સાથે પ્રયાગરાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બધાએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details