- રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં ધરખમ વધારો
- કોંગ્રેસી વરિષ્ઠ નેતા એકે વાલિયા 3 દિવસ પહેલા થયા હતા કોરોના સંક્રમિત
- દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમારે ટ્વિટ કરી એકે વાલિયાના નિધનના સમાચાર આપ્યા
નવી દિલ્હી: રાજધાનીમાં દિવસેને દિવસે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે, દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન અશોકકુમાર વાલિયા (એકે વાલિયા) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. ત્યારદબાદ, 72 વર્ષની વયે એકે વાલિયાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં સવારે 1.30 વાગ્યે નિધન થયું હતું. તે છેલ્લા 3 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા.
આ પણ વાંચો:પ્રખ્યાત ગાંધીવાદી લેખક મૌલાના વહીદુદ્દીનનું કોરોનાના કારણે નિધન