- રાહુલ ગાંધીએ ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો
- પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય ચીજો વસ્તુઓ અને LPGના વધતા ભાવ મુદ્દે કટાક્ષ
- બુધવારે LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 15 રૂપિયાનો ભાવ વધારો
નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પેટ્રોલ, ડિઝલ અને LPG ગેસના ભાવમાં વધારાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, તહેવારોની સિઝનને નીરસ બનાવવા માટે વડાપ્રધાન આભાર માનીએ છીએ.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, "આભાર મોદીજીનો કે, પેટ્રોલ, ડિઝલ, ખાદ્ય ચીજો વસ્તુઓ અને એલપીજીના ભાવ વધી રહ્યો છે"
પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ રેકોર્ડ ઉંચ સપાટીએ
આંતરરાષ્ટ્રીય સ્તરે બળતણની કિંમતોમાં થયેલા ભાવ વધારાને ધ્યાનમાં રાખીને, બુધવારે LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 15 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો જ્યારે પેટ્રોલ અને ડિઝલની કિંમતો પણ રેકોર્ડ ઉંચ સપાટીએ પહોંચી છે.