- વીરભદ્ર સિંહના અવસાનથી રાજ્યમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે
- આઈજીએમસી અને હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જનક રાજે આ માહિતી આપી હતી
- 87 વર્ષીય વીરભદ્ર સિંહ અગાઉ કોરોના વાયરસથી પીડિત હતા
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH )નું 87 વર્ષની વયે અવસાન થયું છે. લાંબી બીમારી સામે લડ્યા બાદ આજે (ગુરુવારે) સવારે 3.40 વાગ્યે શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (આઈજીએમસી) હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આઈજીએમસી અને હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જનક રાજે આ માહિતી આપી હતી. વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH )ના અવસાનથી રાજ્યમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
વીરભદ્ર સિંહના નિધનથી પ્રદેશમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે
હિમાચલ પ્રદેશના છવાર મુખ્યપ્રધાન રહેલા વીરભદ્ર સિંહનું આજે સવારે નિધન થઇ ગયું છે. વીરભદ્ર સિંહના નિધનથી પ્રદેશમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. વીરભદ્ર સિંહના નિધન પર હિમાચલ પ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોઇ પણ સરકારી કાર્યક્રમ નહી થાય. 8 જુલાઇથી 10 જુલાઇ સુધી હિમાચલમાં રાજકીય શોક રહેશે. સરકારના સામાન્ય પ્રશાસન વિભાગ દ્વારા અધિસૂચના જારી કરવામાં આવી છે.
10 જુલાઇએ બપોરે 3 વાગ્યે રામપુરમાં અંતિમ સંસ્કાર થશે
ત્યાં વીરભદ્ર સિંહનો પાર્થિવ દેહ 9 જુલાઇએ સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી રિજ મેદાન પર અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સવારે 11.30થી બપોર સુધી કોંગ્રેસ ઓફિસ અને ત્યાંથી રામપુર બુશહર લઇ જવામાં આવશે પાર્થિવ દેહને. 10 જુલાઇએ બપોરે 3 વાગ્યે રામપુરમાં અંતિમ સંસ્કાર થશે.
આ પણ વાંચોઃ RIP Legend: આઝાદી પછી ભારતને પહેલી વખત હોકીમાં ગોલ્ડ મેડલ અપાવનારા ખેલાડી કેશવ દત્તનું, 95 વર્ષની વયે નિધન
13 એપ્રિલે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
ડો. જનક રાજે જણાવ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH )નું ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સવારે 4 વાગ્યે મલ્ટિ-ઓર્ગન નિષ્ફળ થવાના કારણે મોત નીપજ્યું હતું. 87 વર્ષીય વીરભદ્ર સિંહ(VIRBHADRA SINGH ) અગાઉ કોરોના વાયરસથી પીડિત હતા અને 13 એપ્રિલે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સિંહની તબિયત ફરી બગડી હતી