- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા દિલ્હી
- કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ ફડણવીસને આપ્યું આશ્વાસન
- હાઈ પ્રોફાઈલ ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડ ઉદ્ધવ સરકારે કર્યું છેઃ ફડણવીસ
આ પણ વાંચોઃસચિન વાઝેને ફરજ પર પરત લેવા શિવસેનાએ મારી ઉપર દબાણ કર્યું હતુંઃ દેવેન્દ્ર ફડણવીસ
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સાંજે કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી. તેમણે મહારાષ્ટ્રના હાઈ પ્રોફાઈલ ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડ મામલે સીલ બંધ કેટલાક પૂરાવા ગૃહ સચિવને સોંપ્યા હતા. આ સાથે જ તેમણે CBI તપાસની પણ માગ કરી છે. ગૃહ સચિવ અજય ભલ્લાએ ફડણવીસ દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો જોવાનું આશ્વાસન આપ્યું હતું. આ સાથે જ જરૂરી પગલાં પણ લેવામાં આવશે.
આ પણ વાંચોઃપવાર દેશમુખને સતત બચાવી રહ્યાં છે, સાચું બોલી રહ્યાં નથી: ફડણવીસનો આક્ષેપ
મહારાષ્ટ્રમાં હાઈ પ્રોફાઈલ ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડમાં કેટલાક પોલીસ અધિકારીઓ અને રાજનેતા શામેલઃ ફડણવીસ
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ મામલાની CBI તપાસની માગ કરી છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, તેઓ ગૃહ મંત્રાલયને હાઈ પ્રોફાઈલ કૌભાંડના દસ્તાવેજ સોંપવા આવ્યા છે. ફડણવીસે આક્ષેપ કર્યા હતા કે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે મહારાષ્ટ્રમાં હાઈ પ્રોફાઈલ ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડ કર્યું છે, જેમાં કેટલાક પોલીસ અધિકારી અને રાજનેતા શામેલ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર આ પ્રકારના અનેક કૌભાંડોમાં શામેલ હોવાના આરોપ લગાવ્યા પછી આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે.