ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોંલકીના નિઘન પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રેદ્ધાંજલિ પાઠવી છે.
LIVE: પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન, રવિવારે કરવામાં આવશે અંતિમ સંસ્કાર - Former cm of Gujarat
13:04 January 09
શંકર સિંહ વાઘેલાઓ માધવસિંહ સોલંકીને પાઠવી શ્રદ્ધાંજલિ
12:47 January 09
સી.આર.પાટીલે પાઠવી માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ
સી.આર.પાટીલે માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
12:46 January 09
કેબિનેટ બેઠકમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, કેબિનેટ બેઠકમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. એક દિવસનો રાજકીય શોક પાળવામાં આવશે. અંતિમ વિધિ સંપૂર્ણ રાજકીય વિધિ રીતે કરવામાં આવશે.
12:43 January 09
મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન અનેક યોજનાઓ અમલમાં મૂકી
માધવસિંગ સોલંકીએ મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન અનેક યોજનાઓ અમલામાં મૂકી હતી. જેમાંના એક મધ્યાહન યોજના આજે પણ અમલમાં છે. સામાજિક પછાત વર્ગોને લાભ આપવાની શરૂઆત તેમણે કરી હતી.
12:42 January 09
માધવસિંહ સોલંકીના નિધન પર નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન
આજે માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. 1947 થી ગુજરાતના રાજકીય જીવનમાં સક્રિય થયા હતા રાજકીય પ્રસંગમાં ભાગ લીધો હતો. ગુજરાતમાં 4 વખત વિવિધ તબક્કે સીએમ બન્યા હતા 2 વર્ષ કેન્દ્ર સરકારમાં સેવા આપી હતી.
12:17 January 09
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ
પરેશ ધાનાણીએ શઓક વ્યક્ત કરતાં કહ્યું કે ગુજરાતના સમાજ જીવનમા સમાનતા, સમર્પણ, સેવા તથા અનુશાસનનો પાયો નાખી અને જીવનભર "ગરીબોના બેલી" એવા પૂર્વ મુખ્યપ્રધાન સ્વ.શ્રી માધવસિંહ દાદાએ અનંત યાત્રાએ પ્રયાણ કર્યુ છે.
12:14 January 09
ગાંધીનગરમાં કેબિનેટ બેઠક શરૂ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ. બેઠકમાં નીતિન પટેલ, સૌરભ પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ પહોંચ્યા
12:13 January 09
રાજ્યપાલે શોક વ્યક્ત કર્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
10:53 January 09
માધવસિંહ સોલંકીના આવતી કાલે એટલે કે રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
માધવસિંહ સોલંકીના આવતી કાલે એટલે કે રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પુત્ર ભરત સિંહ સોલંકી હાલ અમેરિકામાં છે, જે આવતી કાલે પરત ફરશે અને ત્યાર બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
10:48 January 09
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે માધવસિંહને આપી શ્રદ્ધાંજલિ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
10:22 January 09
રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે.
રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે.
10:20 January 09
માધવસિંહ સોલંકીના ઘર બહારના દ્રશ્યો
ગાંધીનગરમાં માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. આ જાણકારી મળતા જ સગ સંબંધીઓ અને મિત્રજનો ગાંધીનગર સ્થિત તેમના ઘરે જઈ રહ્યા છે.
10:17 January 09
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યુ ટ્વિટ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે માધવસિંહના નિધન પર દુઃખ વ્યકત કર્યુ છે. ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી.
10:14 January 09
ગાંધીનગરમાં રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાશે
સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે. આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.
10:12 January 09
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ છે.
10:09 January 09
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
માધવસિંહ સોલંકીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે.
10:01 January 09
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યુ
વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માધવસિંહના નિધન પર ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે.
09:39 January 09
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું 94 વયે અવસાન
ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ અને વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા.
માધવસિંહ સોલંકીના અવસાન પર અને નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ તેમના નિધન દુઃખ વ્યક્ત કર્યુ છે.