ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગવાની સંભાવના, પૂર્વ મુખ્યપ્રધાન લુઈજિન્હો ફલેરિયો આજે TMCમાં સામેલ થઈ શકે છે

ગોવામાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની સંભાવના છે. સૂત્રોના મતે, ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા લુઈજિન્હો ફલેરિયો સોમવારે તૃણમુલ કોંગ્રેસ (TMC)માં સામેલ થઈ શકે છે.

ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગવાની સંભાવના, પૂર્વ મુખ્યપ્રધાન લુઈજિન્હો ફલેરિયો આજે TMCમાં સામેલ થઈ શકે છે
ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગવાની સંભાવના, પૂર્વ મુખ્યપ્રધાન લુઈજિન્હો ફલેરિયો આજે TMCમાં સામેલ થઈ શકે છે

By

Published : Sep 27, 2021, 10:28 AM IST

  • ગોવામાં આગામી વર્ષે યોજાશે વિધાનસભાની ચૂંટણી
  • ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની સંભાવના
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન લુઈજિન્હો ફલેરિયો આજે તૃણમુલ કોંગ્રેસ (TMC)માં સામેલ થઈ શકે છે

પણજી (ગોવા): આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને ગોવામાં મોટો ઝટકો લાગવાની સંભાવના છે. સૂત્રોના મતે, ગોવાના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા લુઈજિન્હો ફલેરિયો સોમવારે તુણમુલ કોંગ્રેસ (TMC)માં સામેલ થઈ શકે છે. તેઓ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ સંભાવના છે, જ્યાં તેઓ પાર્ટી છોડવાની જાહેરાત કરી શકે છે. ફલેરિયો ગોવાના સૌથી મોટા નેતાઓમાંથી એક અને કોંગ્રેસના ગઢ નાવેલિમથી ધારાસભ્ય છે. કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો એટલે છે. કારણ કે, ફલેરિયોને આ સપ્તાહની શરૂઆતમાં ગોવા માટે જાહેર ચૂંટણી સમિતિઓમાં સમન્વય સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેઓ હાલમાં જ પૂર્વોત્તર રાજ્યોના AICC પ્રભારી રહ્યા હતા. અત્યારે ગોવા વિધાનસભામાં કોંગ્રેસના 5 ધારાસભ્ય છે.

ફલોરિયાનું જવું નિશ્ચિતપણે પાર્ટી માટે મોટો ઝટકો સાબિત થશે

કોંગ્રેસથી વર્ષ 2012માં સત્તાથી બહાર છે. તેવામાં ફલેરિયોનું જવું નિશ્ચિતપણે પાર્ટી માટે મોટો ઝટકો સાબિત થશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ફલેરિયો TMCની ઉચ્ચ નેતૃત્વના સંપર્કમાં છે અને આજે સાંજે પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરશે. ગોવામાં ગઈ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી સાબિત થઈ હતી, પરંતુ સતત પક્ષપલટાના કારણે તેમની પાસે માત્ર 5 ધારાસભ્ય રહી ગયા છે. આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) અને ટીએમસી જેવી અન્ય પાર્ટીઓ રાજ્યમાં પોતાનો પગ જમાવવાની તક શોધી રહી છે.

ગોવાના લોકોને અમારી પર સંપૂર્ણ વિશ્વાસ છેઃ કોંગ્રેસ

TMCએ આગામી વર્ષની વિધાનસભાની ચૂંટણી લડવાની પોતાની યોજનાની જાહેરાત પહેલા કરી દીધી છે. TMCએ ચૂંટણી લડવાની જાહેરાત પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કોંગ્રેસે રવિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ગોવાવાસીઓને કોંગ્રેસ પર સંપૂર્ણ વિશ્વાસ છે, જેમણે લોકોની ભાવનાઓનું સન્માન કર્યું છે. રાજ્યના લોકો ક્યારેય પણ રાજકીય જુગાર અને દાવપેચનો શિકાર નહીં થાય અને ગોવાની ઓળખ સાથે ક્યારેય સમજૂતી નહીં કરે.

ફલેરિયોની રણનીતિથી જ કોંગ્રેસે મિઝોરમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મણિપુરમાં સરકાર બનાવી હતી

ફલેરિયોને રણનીતિ તૈયાર કરવા અને ગઠબંધન બનાવવાનો શ્રેય આપવામાં આવ્યો હતો, જેના કારણે મિઝોરમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મણિપૂરમાં સરકાર બનાવી. વર્ષ 2013માં તેઓ કર્ણાટક પ્રદેશ વિધાનસભા ચૂંટણી સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ હતા. ગોવામાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 40 સભ્યોના ગૃહમાં સૌથી વધુ 17 બેઠક જીતી અને ભાજપને 13 બેઠક મળી હતી. જોકે, ભાજપે ચોંકતા ક્ષેત્રીય દળોની સાથે ગઠબંધન કર્યું અને વરિષ્ઠ નેતા મનોહર પર્રિકરના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.

આ પણ વાંચો-ગુજરાત કોંગ્રેસના જુના જોગીઓ થશે ઘરભેગા, હાઇકમાન્ડના ગુપ્ત સર્વેમાં ચોંકાવનારા તારણો

આ પણ વાંચો-Mission 2022: પ્રિયંકા ગાંધી UPમાં 10થી વધુ મેગા રેલી સંબોધશે

ABOUT THE AUTHOR

...view details