- રજિંદર પાલ સિંહની આત્મહત્યાના કારણનો ખુલાસો થઇ શક્યો નથી
- સાંજે તેઓ પોતાના ઘરે એકલા હતા
- રવિવારે સાંજે 7 વાગે તેમણે આ ઘાતક પગલું ઉઠાવ્યું હતું
રાજનાંદગામ- છત્તીસગઢ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન રજિંદરપાલ સિંહ ભાટિયાએ સુસાઇડ કર્યું છે. પોલીસ પાસેથી મળેલી સૂચના અનુસાર રજિંદરપાલ સિંહે પોતાના ઘરમાં સુસાઇડ કર્યું છે. હજુ સુધી આ આત્મહત્યાના કારણનો ખુલાસો થઇ શક્યો નથી. રવિવારે સાંજે 7 વાગે તેમણે આ ઘાતક પગલું ઉઠાવ્યું હતું. તેમણે પોતાના છૂરિયા સ્થિત ઘરમાં સુસાઇડ કરીને જીવન લીલા ખતમ કરી દીધી. તેઓ અહીં પોતાના નાના ભાઇ સાથે રહેતા હતા. સાંજે તેઓ પોતાના ઘરે એકલા હતા. જ્યારે ભાઇ ઘરે પહોંચ્યા તો જોયું તેમની બોડી ફાંસીના ફંદે લટકી રહી છે. રજિંદર પાલ સિંહની આત્મહત્યાના કારણનો ખુલાસો થઇ શક્યો નથી.
ભાટિયાના સુસાઇડના સમાચાર બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ