ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab News : કોંગ્રેસની માર્કેટ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન મેજર સિંઘની ગોળી મારીને હત્યા - કોચર માર્કેટમાં લુધિયાણા કોર્ટ પાસે ગોળીબાર

કોંગ્રેસની માર્કેટ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન મેજર સિંઘ એસબીઆઈ રિસોર્ટમાં હતા ત્યારે કેટલાક શખ્સોએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી. મેજર સિંઘને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ભૂતપૂર્વ ચેરમેન મેજર સિંહ
ભૂતપૂર્વ ચેરમેન મેજર સિંહ

By

Published : Feb 27, 2023, 8:32 PM IST

પંજાબ: તરનતારનમાં કોંગ્રેસની માર્કેટ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન મેજર સિંઘની હત્યાની ઘટના સામે આવી છે. મેજર સિંહ SBI રિસોર્ટમાં હતા ત્યારે કેટલાક શખ્સોએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેજર સિંઘની ગોળી મારીને હત્યા: સોમવારે પંજાબના SBI રિસોર્ટમાં મેજર સિંઘની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મેજર સિંઘ SBI રિસોર્ટમાં હતા ત્યારે કેટલાક શખ્સો બળજબરીથી પરિસરમાં ઘૂસી ગયા હતા અને તેમને ગોળી મારી દીધી હતી. મેજર સિંઘને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નીપજ્યું હતું. જાણ થતાં પોલીસે પણ હોસ્પિટલે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે સ્થાનિકોની પૂછપરછ કરી અને શખ્સોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.

આ પણ વાંચો:husband wife died by suicide : છત્તીસગઢના રાયપુરમાં પતિ-પત્નીએ કરી આત્મહત્યા, 7 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

માર્કેટમાં ગોળીબાર:કોચર માર્કેટમાં લુધિયાણા કોર્ટ પાસે બે વિરોધી ગેંગે એકબીજા પર ગોળીબાર કર્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગોળીબારમાં અનેક રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી અને એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું કહેવાય છે. ACP સુમિત સૂદે કહ્યું કે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને શખ્સોને ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.

આરોપી ફરાર: એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર ત્રણ રાઉન્ડથી વધુ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને એક રાહદારીને ગોળી વાગી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પરંતુ ગોળીઓ ચલાવનાર આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો અને પોલીસ તેને શોધી રહી છે.

આ પણ વાંચો:Shiv Pratap Shukla Health: હિમાચલના રાજ્યપાલની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ, તબિયત હાલ સ્થિર

પોલીસે તપાસ હાથ ધરી:વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રાહદારીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ગોળીબાર માટે જવાબદાર વ્યક્તિ સ્થળ પરથી ભાગી ગયો છે. પરંતુ અમે તેની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેને ખૂબ જ જલ્દી પકડવાની આશા રાખીએ છીએ. સ્થળ પરથી બે ખાલી શેલ કેસીંગ પણ મળી આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details