ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરુણ ગોયલે ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો - ચૂંટણી કમિશનર

અરુણ ગોયલે ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.(Arun Goel took charge Election Commissioner )સુશીલ ચંદ્રા આ વર્ષે મે મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા

અરુણ ગોયલે ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો
અરુણ ગોયલે ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો

By

Published : Nov 21, 2022, 10:58 AM IST

નવી દિલ્હી: ભૂતપૂર્વ અમલદાર અરુણ ગોયલે સોમવારે ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. (Arun Goel took charge Election Commissioner )પંજાબ કેડરના ભૂતપૂર્વ IAS અધિકારી અરુણ ગોયલને શનિવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સ્વૈચ્છિક નિવૃત્તિ:કાયદા અને ન્યાય મંત્રીએ શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવેલી નિમણૂકની સૂચના આપી હતી. "રાષ્ટ્રપતિ અરુણ ગોયલ, IAS (નિવૃત્ત) (PB:1985)ને ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થઈ છે." અરુણ ગોયલે શુક્રવારે ભારે ઉદ્યોગ સચિવ પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેઓ સોમવારે ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે સાથે જોડાયા હતા. પંજાબ કેડરના 1985 બેચના IAS અધિકારી અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પેનલમાં જોડાશે.

કાર્યભાર સંભાળ્યો:સુશીલ ચંદ્રા આ વર્ષે મે મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા ત્યારબાદ રાજીવ કુમારે કાર્યભાર સંભાળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details