કોડરમા-ઝારખંડઃઆમ તો જવાનો પોતાની (Ex serviceman Cycle campaign) નોકરી પૂરી થયા બાદ કે છોડ્યા બાદ ચોક્કસ પ્રવૃતિઓમાં જોડાઈ જતા હોય છે. પણ એક જવાને ખરા અર્થમાં પૃથ્વીને બચાવવા માટે રીતસરનું અભિયાનશરૂ કર્યું છે. જેમાં તેમણે દેશના જુદા જુદા ભાગમાં સાયકલ યાત્રા કરીને પ્રજાને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો સંદેશો આપ્યો છે. ચંકી રાહી મૂળ બુલંદશહેરના છે. જેઓ જુદા જુદા શહેર સુધી સાયકલ ચલાવીને લોકોમાં જાગૃતિ (Chunky Rahi) લાવવાનું કામ કરે છે. એટલું જ નહીં સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે લોકોને સમજાવે છે. એટલું જ નહીં લોકોને પોતાના વિસ્તારમાં એક વૃક્ષ ઉગાડવા માટેની પણ અપીલ કરી રહ્યા છે.
પર્યાવરણને બચાવવા જવાને 18000 કિમીની યાત્રા કરી, વૃક્ષ ઉગાડવા અપીલ
પોલીથીન બેગની જોખમી (Ex serviceman Cycle campaign) અસર વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક પૂર્વ સૈનિક ગ્રીન ક્રુસેડર બન્યા અને સાયકલ અભિયાન શરૂ કર્યું છે. તે લોકોને પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષો ઉગાડવા માટેની અપીલ કરી રહ્યા છે. સોમવારે તેમનું સાયકલ અભિયાન ઝારખંડના કોડરમા પહોંચ્યું હતું.
શું છે હેતુંઃરાહીના સાયકલ અભિયાનનો હેતુ બેવડો છે. સાયકલ ચલાવીને ચાર ધામની (Char Dham) મુલાકાત લેવી તેમજ દેશના બાર જ્યોતિર્લિંગ સાયકલ પર પૂરા કરવાનો છે. આ સાથે તેઓ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવા દેશભરમાં ભ્રમણ કરી રહ્યા છે. સોમવારે, ચંકી રાહીનું સાયકલ અભિયાન ઝારખંડના કોડરમા પહોંચ્યું જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે લોકોને પોલીથીન બેગનો ઉપયોગ કરવાનું બંધ કરવા અને પર્યાવરણ બચાવવા માટે રોપાઓ વાવવા અપીલ કરી છે.
"સરકારે સિંગલ-યુઝ પોલિથીન બેગ પર પ્રતિબંધ લાગુ કરી દીધો છે. પરંતુ આ અભિયાન ત્યારે જ સફળ થશે જ્યારે લોકો પ્રતિબંધનો અમલ કરવા આગળ આવશે." અત્યાર સુધીમાં, તેણે આ વર્ષે 12 સપ્ટેમ્બરે સાયકલ અભિયાન શરૂ કર્યું. તેમણે 4,000 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને તે આગામી વર્ષે એપ્રિલ સુધીમાં બાકીના 14,000 કિલોમીટર અને 12 જ્યોતિર્લિંગને પણ કવર કરશે તેવી અપેક્ષા છે. ઝારખંડના કોડરમેનમાં, રાહી રાજ્યના દેવઘર જિલ્લામાં આવેલા બૈદ્યનાથ ધામની મુલાકાત લેશે. બૈદ્યનાથ ધામ દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.