- અફઘાનિસ્તાનના પૂર્વ સંચારપ્રધાનસૈયદ અહમદશાહ સઆદત જર્મનીમાં વસ્યાં
- લિપઝિગ શહેરમાં પરિવાર સહિત વીતાવી રહ્યાં છે સામાન્ય જીવન
- કામ ન મળતાં પિત્ઝા ડિલીવરીબોય બની ગયાં છે પૂર્વ સંચારપ્રધાન સઆદત
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો લેવાયાં દેશ છોડીને ભાગી ગયેલા લોકોમાં સામાન્ય લોકોથી લઈને સત્તામાં પ્રધાનપદ ભોગવનારા સુધીના લોકોનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ સંચારપ્રધાન સૈયદ અહમદશાહ સઆદતે જર્મનીના એક શહેર લિપઝિગમાં આશરો લીધો છે. અહીં તેઓ પાછલાં બે મહિનાથી પિત્ઝા ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યાં છે. એક જર્મન અખબારે આ અંગે એક અહેવાલ પણ પ્રકાશિત કર્યો છે.
માનવું મુશ્કેલ છે...
તેમની તસવીર જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે એક સમયે સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલા સૈયદ અહેમદશાહ સઆદત 2018 સુધી અફઘાન સરકારમાં પ્રધાન હતાં. ગયા વર્ષે તેઓ નિવૃત્ત થયાં અને જર્મની ગયાં. તેંણે થોડા દિવસો માટે અહીં સારું જીવન વીતાવ્યું, પરંતુ જ્યારે નાણાં ખતમ થઈ ગયાં ત્યારે સમસ્યાઓ શરૂ થઈ. તે પોતાની સાયકલ પર શહેરની આસપાસ ફરે છે અને લોકોના ઘરે ઘરે ભોજન પહોંચાડે છે.
ઓક્સફોર્ડના વિદ્યાર્થી છે સઆદત
સઆદતે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્યુનિકેશનમાં એમએસસી કર્યું છે. તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ છે. આ સિવાય તેમણે વિશ્વના 13 મોટા શહેરોમાં 23 વર્ષ સુધી વિવિધ પ્રકારના કામ કર્યા છે.