ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ કાબૂની બહાર - હલ્દ્વાનીના જંગલોમાં આગ

ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાનો સિલસિલો હજી યથાવત છે. નૈનીતાલના મોટા ભાગના જંગલ આગની ઝપેટમાં આવી ગયા છે. આગના કારણે બહુમૂલ્ય વન સંપત્તિ બળીને ખાખ થઈ ચૂકી છે. હલ્દ્વાનીના જંગલોમાં હજી પણ આગ યથાવત જ છે.

ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ કાબૂની બહાર

By

Published : Apr 3, 2021, 3:06 PM IST

  • ઉત્તરાખંડમાં આવેલા જંગલમાં આગ હજી પણ યથાવત
  • વરસાદ નહીં પડે તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે
  • ઉત્તરાખંડનું ફાયર વિભાગ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ

નૈનીતાલઃ જંગલોમાં હજી પણ આગ લાગવાનો સિલસિલો યથાવત છે. નૈનિીતાલના મોટા ભાગના જંગલ આગની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેના કારણે જંગલમાં રહેતા વન્યપ્રાણીઓનું જીવન જોખમમાં આવી ગયું છે.

આ પણ વાંચોઃબિહારના સમસ્તીપુરમાં આગ લાગતા 20 મકાનો બળીને ખાખ, 3 લોકોનાં કરુણ મોત

નૈનીતાલની જંગલોમાં 700 પ્રકારનાી પક્ષીઓની પ્રજાતિ છે

આપને જણાવી દઈએ કે, નૈનીતાલના પંગૂટ, કિલબરી, ભીમતાલ સહિતનો આસપાસનો વિસ્તાર બર્ડ વોચિંગ માટે જાણીતો છે. અહીં 700 પ્રકારનાી પક્ષીઓની પ્રજાતિ છે. હવે આ તમામની સામે મોટું જોખમ ઊભું થયું છે. પર્યાવરણવિદ અજય રાવતે જણાવ્યું કે, ચકલીઓના માળા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે.

આ પણ વાંચોઃનડિયાદ નજીક રોડ રોલરમાં આગ લાગી

વરસાદ નહીં પડે તો સ્થિતિ બગડશે

ઉત્તરાખંડનું ફાયર વિભાગ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળ નીવડ્યું છે. નિષ્ણાતોના મતે નૈનીતાલ સહિત ઉત્તરાખંડમાં હવામાનમાં ફેરફાર થતા વરસાદ નહીવત થયો છે. આના કારણે જંગલ સુકા પડી ગયા છે. આ જ કારણ છે કે, ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાનો સિલસિલો વધી રહ્યો છે. જો વરસાદ નહીં પડે તો આ આગ વિકરાળ સ્વરૂપ લેશે અને સ્થિતિ વધુ બગડશે.

ABOUT THE AUTHOR

...view details