ધર્મશાલાઃરશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, બંને દેશના સૈનિકો એકબીજાને મારવા માટે યુદ્ધના મેદાનમાં છે. પરંતુ તે યુદ્ધભૂમિથી હજારો કિલોમીટર દૂર હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આ બે દુશ્મન દેશોના પ્રેમીઓ લગ્નમાં (Russia Ukraine Couple Marriage) બંધાઈ ગયા છે. રશિયાનો વર, યુક્રેનની દુલ્હન - રશિયાની રહેવાસી સિર્ગી નોવિકા અને યુક્રેનની એલોના બ્રોમોકાએ લગ્ન કરીને દુનિયાને પ્રેમનો સંદેશ આપ્યો છે. બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જેમાં સ્થાનિક લોકોએ જાનૈયા બનીને પ્રેમી યુગલને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રેમી યુગલ છેલ્લા 3 મહિનાથી ધર્મશાળામાં મેકલોડગંજના ધરમકોટમાં હોમ સ્ટેમાં રહેતું હતું.
આ પણ વાંચોઃ ગરબા પર GST : વિરોધ એટલો કે સરકારને કરવો પડ્યો ખુલાસો
અગાઉ પણ ભારત આવેલાઃહિમાચલમાં પ્રેમ અને લગ્ન - સિર્ગી નોવિકા અને એલોના બ્રોમોકા થોડા મહિના પહેલા ભારત મુલાકાત માટે આવ્યા હતા. બંને એક જ હોમ સ્ટેમાં રહેતા હતા, પરંતુ દુશ્મન દેશના બે અજાણ્યા લોકો વચ્ચે ધર્મશાળાના વાદીઓમાં પ્રેમ ખીલવા લાગ્યો અને મામલો લગ્ન સુધી પહોંચ્યો. મૂળ રશિયાની સિર્ગી નોવિકાએ ઈઝરાયેલનું નાગરિકત્વ લીધું છે. પોતાના દેશનું વાતાવરણ જોઈને બંને લોકોએ ભારતમાં લગ્ન કરવાનું નક્કી કર્યું અને મંગળવારે બંનેએ લગ્ન કર્યા હતા. હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા.