- વિદેશ પ્રધાન જયશંકર ગ્રીસ-ઈટલીની મુલાકાતે
- દ્રિપક્ષીય સંબધોની કરવામાં આવશે ચર્ચા
- આ સિવાય તે અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે
દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકર ગ્રીસ (Greece) અને ઇટાલી (Italy)ની મુલાકાતે છે. જયશંકર ગ્રીસ પહોંચ્યા છે. વિદેશ પ્રધાન એસ જયશંકર (External Affairs Minister S Jaishankar) ગ્રીસ પહોંચ્યા. તેમનો સમકક્ષ નિકોસ દાંડિયાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ઇએએમ જયશંકરે ટ્વિટ કર્યું, "ગ્રીસ એ અમારા વ્યાપક ઇયુ જોડાણમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે."
દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા
તેમની મુલાકાત અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચીએ કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકરની ગ્રીસ મુલાકાત દ્વિપક્ષીય હશે જ્યાં તેઓ તેમના ગ્રીક સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. આ સિવાય તે અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.