ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી 4 દિવસ અમેરિકાના પ્રવાસે - United Nations Security Council

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કરી લીધો છે. આ તમામની વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી ચાર દિવસ અમેરિકાના પ્રવાસ પર છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિદેશ પ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council- UNSC)ના અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સોમવારથી અમેરિકાનો ચાર દિવસીય પ્રવાસ શરૂ કરશે. આ કાર્યક્રમોમાં આતંકવાદ પર ચર્ચા પણ શામેલ છે, જે સુરક્ષા પરિષદની ભારતની અધ્યક્ષતા અંતર્ગત યોજાશે.

વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી 4 દિવસ અમેરિકાના પ્રવાસે
વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી 4 દિવસ અમેરિકાના પ્રવાસે

By

Published : Aug 16, 2021, 9:11 AM IST

  • ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર (Foreign Minister S. Jaishankar) આજથી ચાર દિવસ અમેરિકાના પ્રવાસે
  • વિદેશ પ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council- UNSC)ના અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે
  • વિદેશ પ્રધાન એસ. જયશંકર (Foreign Minister S. Jaishankar) આ વિવિધ કાર્યક્રમોમાં આતંકવાદ પર પણ ચર્ચા કરશે

ન્યૂઝ ડેસ્કઃ વિદેશ મંત્રાલયે વિદેશ પ્રધાન એસ. જયશંકર (Foreign Minister S. Jaishankar)ના પ્રવાસની જાહેરાત કરતા કહ્યું હતું કે, જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં શાંતિ રક્ષા પર એક ખૂલ્લી ચર્ચાની પણ અધ્યક્ષતા કરશે. તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજાની વચ્ચે આ પ્રવાસ થઈ રહ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર (UN) અધિકારીઓની સાથે પણ આ મુદ્દે ચર્ચા થઈ શકે છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, વિદેશ પ્રધાન એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ભારતની અધ્યક્ષતા દરમિયાન ન્યૂ યોર્કનો (New York) પ્રવાસ કરશે અને 18 તથા 19 ઓગસ્ટે 2 ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની પણ અધ્યક્ષતા કરશે.

આ પણ વાંચોઃહૈતીમાં ભૂકંપના કારણે મત્યુઆંક 724 પર પહોંચ્યો, 2800 લોકો ઇજાગ્રસ્ત

18 ઓગસ્ટે પહેલા કાર્યક્રમમાં 'રક્ષકોની રક્ષાઃ ટેક્નોલોજી અને શાંતિ રક્ષા' પર ખૂલ્લી ચર્ચા થશે

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે, 18 ઓગસ્ટે પહેલો કાર્યક્રમ 'રક્ષકોની રક્ષાઃ ટેક્નોલોજી અને શાંતિ રક્ષા' પર ખૂલ્લી ચર્ચા થશે, જ્યારે 19 ઓગસ્ટે બીજો કાર્યક્રમ 'આતંકવાદી કૃત્યોના કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ખતરો' પર એક ઉચ્ચ સ્તરીય ચર્ચા થશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, બંને વિષય પર ભારત માટે પ્રાથમિકતા છે.

આ પણ વાંચોઃઅફઘાનિસ્તાનથી 220 યાત્રીઓને લઈને દિલ્હી પહોંચી 2 ફ્લાઈટ

વિદેશ પ્રધાન UNSCના અન્ય સભ્ય દેશના વિદેેશ પ્રધાનોની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે

ભારતે એક જાન્યુઆરીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્ય તરીકે પોતાના 2 વર્ષનો કાર્યકાળ શરૂ કર્યો છે અને તે ઓગસ્ટ માટે શક્તિશાળી સંસ્થાની અધ્યક્ષતા સંભાળી રહ્યું છે. મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, વિદેશ પ્રધાન 19 ઓગસ્ટે ISIL દ્વારા પેદા કરવામાં આવેલા ખતરા પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના 6 મહિનાના રિપોર્ટ પર એક સત્રની અધ્યક્ષતા કરશે. વિદેશ પ્રધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અન્ય સભ્ય દેશના વિદેેશ પ્રધાનોની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

ABOUT THE AUTHOR

...view details