- પાકિસ્તાને કોવિડ- 19ની વર્તમાન લહેરના પગલે ભારતને રાહત અને સહાયની ઓફર કરી
- COVID- 19ની તેજી વચ્ચે પાકિસ્તાને ભારતનું સમર્થન કર્યું હતું : વિદેશ પ્રધાન કુરેશી
- વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ શનિવારે માહિતી આપી
ઇસ્લામાબાદ (પાકિસ્તાન) : એકતાના સંકેત તરીકે, પાકિસ્તાને કોવિડ- 19ની વર્તમાન લહેરના પગલે ભારતને રાહત અને સહાયની ઓફર કરી છે. તેમ વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ શનિવારે જણાવ્યું હતું.
આ પણ વાંચો :પાકિસ્તાનની ફરી એક નાપાક હરકત IMBL નજીક 6 બોટ અને 35 માછીમારોનું કર્યું અપહરણ
કુરેશીએ એક ટ્વિટ કરીને લખ્યું હતું
“ભારતના લોકો સાથે એકતાના સંકેત તરીકે COVID- 19ની વર્તમાન લહેરને પગલે પાકિસ્તાને વેન્ટિલેટર, BI PAP, ડિજિટલ એક્સ રે મશીન, PPE અને અન્ય વસ્તુઓ સહિત ભારતને સત્તાવાર રીતે રાહત અને સહાયની ઓફર કરી છે. અમે માનીએ છીએ કે માનવતાની નીતિમાં તે પ્રથમ છે. "કુરેશીએ એક ટ્વીટમાં લખ્યું હતું.
કુરેશીએ એક ટ્વિટ કરીને લખ્યું આ પણ વાંચો :
પાકિસ્તાને ભારતને વેન્ટિલેટર, BI PAP, ડિજિટલ એક્સ રે મશીનો, PPE અને સંબંધિત વસ્તુઓની સહાય કરશે
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા (MOFA) ઝહિદ હાફીઝ ચૌધરીએ એક ટ્વિટમાં જણાવ્યું કે, "COVID-19ની હાલની લહેરના પગલે ભારતના લોકો સાથે એકતાના સંકેત મુજબ પાકિસ્તાને ભારતને રાહત સહાય આપવાની ઓફર કરી છે." " વેન્ટિલેટર, BI PAP, ડિજિટલ એક્સ રે મશીનો, PPE અને સંબંધિત વસ્તુઓ શામેલ છે. "
આ પણ વાંચો :કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફલાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
હું ભારતના લોકો સાથે એકતા વ્યક્ત કરવા માગુ છું : આમરાન ખાન
પ્રવક્તાએ જણાવ્યું કે, "પાકિસ્તાન અને ભારતના સંબંધિત અધિકારીઓ રાહત ચીજોની ઝડપથી ડિલિવરી કરવા માટેની વિધિ પર કામ કરી શકે છે. તેઓ રોગચાળા દ્વારા સર્જાયેલા પડકારોને ઘટાડવા માટે વધુ સહકારની શક્ય રીતો પણ શોધી શકે છે. "જ્યારે શનિવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને COVID-19ની બીજી "ખતરનાક" લહેર વચ્ચે ભારતની જનતા સાથે એકતા દર્શાવી હતી. ઈમરાન ખાને એક ટ્વિટમાં લખ્યું છે કે, "હું ભારતના લોકો સાથે એકતા વ્યક્ત કરવા માગુ છું. કારણ કે તેઓ COVID- 19ની ખતરનાક લહેર સામે લડે છે. અમારા સારા થવાની અને અમારા પાડોશ અને દુનિયાના તમામ મહામારીથી પીડિત લોકો માટે અમારી પ્રાર્થના છે. ”