- વિદેશ પ્રધાન એસ. જયશંકરે (External Affairs Minister S Jaishankar) ગુરુવારે ચીની સમકક્ષ વાંગયી (Wang Yi) સાથે મુલાકાત કરી
- બંને દેશના વિદેશ પ્રધાનો વચ્ચે બેઠક દરમિયાન પૂર્વીય લદ્દાખમાં સૈનિકોની વાપસીની પ્રક્રિયા પર પણ ચર્ચા થઈ હતી
- વિદેશ પ્રધાને કહ્યું હતું કે, પૂર્વીય લદ્દાખમાં સૈનિકોની વાપસીની પ્રક્રિયામાં પ્રગતિ શાંતિ બનાવી રાખવું આવશ્યક છે
વિદેશ પ્રધાન એસ. જયશંકરે (External Affairs Minister S Jaishankar) ગુરુવારે પોતાના ચીની સમકક્ષ વાંગ યી (Wang Yi) સાથે મુલાકાત કરી હતી. અહીં વિદેશ પ્રધાને કહ્યું હતું કે, પૂર્વીય લદ્દાખમાં સૈનિકોની વાપસીની પ્રક્રિયામાં પ્રગતિ શાંતિ બનાવી રાખવું આવશ્યક છે અને આ સંપૂર્ણ (દ્વિપક્ષીય) સંબંધના વિકાસનો આધાર પણ છે.
વિદેશ પ્રધાન જયશંકરે ટ્વિટ કરી આપી માહિતી આ પણ વાંચો-ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 'ટુ-પ્લસ-ટુ' પ્રધાન સ્તરે યોજાઇ બેઠક
વિદેશ પ્રધાન જયશંકરે ટ્વિટ કરી આપી માહિતી
જયશંકર અને વાંગે દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સંમેલન દરમિયાન બેઠક યોજી હતી અને વૈશ્વિક ઘટનાક્રમ પર આપસમાં વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. સમજવામાં આવે છે કે, આ ભેંટવાર્તામાં અફઘાનિસ્તાનની સ્થિતિનો પણ વિષય ઉઠ્યો હતો. તો વિદેશ પ્રધાન જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, ચીનના વિદેશ પ્રધાન સાથે દુશાંબેમાં SCOની બેઠક દરમિયાન મુલાકાત થઈ હતી. અમે સરહદી વિસ્તારોમાંથી સૈનિકોની વાપસી પર ચર્ચા કરી અને આ રેખાંકિત કર્યું હતું કે, શાંતિ બનાવી રાખવા માટે એ ખૂબ જ જરૂરી છે અને આ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિનો આધાર છે.
વિદેશ પ્રધાન જયશંકરે ટ્વિટ કરી આપી માહિતી આ પણ વાંચો-વિદેશ પ્રધાને UNSC ને સલાહ આપી, વિશ્વએ આતંકવાદ સાથે સમાધાન ન કરવું જોઈએ
ગયા વર્ષે મે મહિનામાં ભારત અને ચીન વચ્ચે થયું હતું ઘર્ષણ
આ બેઠક પછી જયશંકરે કહ્યું હતું કે, ભારત સભ્યતાઓને ઠેસ પહોંચે તેવા કોઈ પણ સિદ્ધાંત પર નથી ચાલતું. સમજવામાં આવે છે કે, અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર પણ ચર્ચા થઈ હતી. જયશંકરે કહ્યું હતું કે, એ પણ આવશ્યક છે કે, ભારતની સાથે પોતાના સંબંધોને ચીન કોઈ ત્રીજા દેશની નજરથી ન જોવે. જ્યાં સુધી એશિયાઈ એકતાની વાત છે તો ચીન અને ભારતને ઉદાહરણ પૂરું પાડવું પડશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 5મેના દિવસે પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પેંગોગ લેક ક્ષેત્રમાં હિંસક ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન બંને દેશના સૈનિકો માર્યા ગયા હતા. વર્તમાન સમયમાં વાસ્તવિક નિયંત્રણ રેખાથી જોડાયેલા સંવેદનશીલ સેક્ટરમાં દરેક તરફ 50,000થી 60,000 સૈનિક તહેનાત છે.