ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો ક્યાથી IGI કસ્ટમ્સએ 58 લાખનું વિદેશી ચલણ ઝડપી પાડ્યું - દાણચોરીના આરોપ

દિલ્હીના IGI એરપોર્ટ પરથી એક પેસેન્જર પાસેથી 58 લાખ રૂપિયાનું વિદેશી ચલણ મળી આવ્યું(foreign currency worth been recovered from an air passenger) છે. દાણચોરીના આરોપમાં તેની ધરપકડ કરવામાં(Alleged smuggling) આવી છે.

જાણો ક્યાથી IGI કસ્ટમ્સએ 58 લાખનું વિદેશી ચલણ ઝડપી પાડ્યું
જાણો ક્યાથી IGI કસ્ટમ્સએ 58 લાખનું વિદેશી ચલણ ઝડપી પાડ્યું

By

Published : Aug 3, 2022, 3:41 PM IST

નવી દિલ્હીઃદિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમે દુબઈ જઈ રહેલા એક પેસેન્જર પાસેથી રૂપિયા 58 લાખથી વધુનું વિદેશી નાણું જપ્ત કર્યું(foreign currency worth been recovered from an air passenger) છે. જેને કસ્ટમની ટીમે જપ્ત કરીને વિદેશી ચલણની દાણચોરીના આરોપસર હવાઈ મુસાફરની ધરપકડ કરી હતી.

જાણો ક્યાથી IGI કસ્ટમ્સએ 58 લાખનું વિદેશી ચલણ ઝડપી પાડ્યું

આ પણ વાંચો - સગીરાને જંગલમાં લઈ જઈને 4 શખ્સોએ ગંદુકામ કર્યું, આવી હાલતમાં છોડી પલાયન

વિદેશી નાણું જડપી પાડવામાં આવ્યું - આ બાબતની માહિતી આપતા જોઈન્ટ કમિશનર પ્રવીણ કુમાર બાલીએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ નંબર IX-141 પર દિલ્હીથી દુબઈ જઈ રહેલા એક શંકાસ્પદ ભારતીય હવાઈ મુસાફર પાસેથી આ વિદેશી નાણું મળી આવેલ છે. શંકાના આધારે, આરોપી મુસાફરના અંગત અને સામાનની તલાશી લેતા તેના સામાનની અંદર છુપાવેલી ડફલ બેગમાંથી 2,62,500 સાઉદી રિયાલ અને 5 હજાર યુએસ ડોલર મળી આવ્યા હતા. જેને તે દુબઈ લઇ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જપ્ત કરાયેલી વિદેશી ચલણની કિંમત ભારતીય રૂપિયામાં 58,16,000 થી વધુ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો - Sucide Selfie video: પત્નીના દુ:ખમાં આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો, પછી થયું એવું કે...

કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ - પૂછપરછ દરમિયાન, આરોપી મુસાફર તેની પાસે રહેલા વિદેશી ચલણને લગતા કોઈ માન્ય દસ્તાવેજો પણ રજૂ કરી શક્યો ન હતો. જેના આધારે કસ્ટમની ટીમે કસ્ટમ્સ એક્ટ 1962ની કલમ 110 હેઠળ ઝડપાયેલ વિદેશી ચલણ જપ્ત કરી કલમ 104 હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details