ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Uttarakhand Foundation Day: આજે ઉત્તરાખંડનો 23મો સ્થાપના દિવસ, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આપશે ખાસ હાજરી. - ઉત્તરાખંડ રાજ્યનો સ્થાપના દિવસ

ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાષ્ટ્રપતિ ઉત્તરાખંડ રાજ્યના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે એટલે કે 9 નવેમ્બરે દેહરાદૂનમાં ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસના મુખ્ય કાર્યક્રમમાં પ્રથમ વખત હાજરી આપશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યક્રમને લઈને રાજધાની દેહરાદૂનમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાર્યક્રમને લઈને દેહરાદૂનમાં પણ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 9:40 AM IST

દેહરાદૂન: આજે એટલે કે, 9 નવેમ્બર, 2023ના રોજ ઉત્તરાખંડ પોતાનો 23મો સ્થાપના દિવસ તરીકે ઉજવી રહ્યું છે. છેલ્લાં 23 વર્ષમાં આવું પહેલી વખત બનશે કે, જ્યારે કોઈ રાષ્ટ્રપતિ ઉત્તરાખંડના સ્થાપના દિવસના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યાં હોય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાજધાની દેહરાદૂનની પોલીસ લાઇનમાં આયોજિત 23માં ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કાર્યક્રમઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની ત્રણ દિવસની મુલાકાતે છે. પહેલા દિવસે 7 નવેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીથી સીધા ઉધમ સિંહ નગર જિલ્લાના પંતનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ગોવિંદ બલ્લભ પંત કૃષિ યુનિવર્સિટી, પંતનગરના 35માં દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો.

રાષ્ટ્રપતિએ કેદારનાથ-બદ્રીનાથના કર્યા દર્શન: ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 8મી નવેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બદ્રીનાથ ધામમાં ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા. બદ્રીનાથ ધામ પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૌડી જિલ્લામાં શ્રીનગર ગઢવાલ સ્થિત હેમવતી નંદન ગઢવાલ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના 11મા દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો હતો.

ઉત્તરાખંડ રાજ્યનો 23મો સ્થાપના દિવસ: હેમવતી નંદન ગઢવાલ સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ બાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 નવેમ્બરે રાજધાની દેહરાદૂનના રાજભવનમાં રાત્રી રોકાણ કર્યુ હતું. ત્યાર બાદ આજે 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ દેહરાદૂનમાં યોજાનાર 23માં ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. દ્રૌપદી મુર્મુ પ્રથમ રાષ્ટ્રપતિ છે જે ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. 23 વર્ષના ઈતિહાસમાં હજુ સુધી કોઈ રાષ્ટ્રપતિએ ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાના કાર્યક્રમમાં ભાગ લીધો નથી.

દેહરાદૂનમાં સુરક્ષા સઘન: ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યક્રમને લઈને રાજધાની દેહરાદૂનમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાર્યક્રમને લઈને દેહરાદૂનમાં પણ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

  1. રાષ્ટ્રપતિ મુર્મુ માઉન્ટ આબુ મુલાકાતે, બ્રહ્માકુમારીઝ આયોજિત કાર્યક્રમમાં લીધો ભાગ
  2. Encounter in Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિંયામાં સુરક્ષા દળ અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ, TRFનો એક આતંકવાદીને ઠાર

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details