સિરમૌર/નાહનઃ હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં જાતિના આધારે એક કાર્યક્રમમાં ભોજન પીરસવાનો મામલો (Himachal Caste Bases Food) સામે આવ્યો છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Himachal Caste Bases Food Video Viral) થઈ રહ્યો છે. જાતિના આધારે ભોજન પીરસવાનો આ વીડિયો મદન રાંટાના નામના યુવકે તેની ફેસબુક પ્રોફાઈલ પરથી શેર કર્યો છે. આ સાથે આ મામલે સવાલો પણ ઉભા થયા છે.
શું થયુ છે ભારતીયોને? હવે જાતિના આધારે પીરસાયુ ભોજન, લાઉડ સ્પીકર દ્વારા જાહેરાત પણ આ પણ વાંચો:અદાણી દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું સંપાદન: અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડમાં થયા કરાર
ETV Bharat આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. જો કે સંબંધિત યુવકે આ વીડિયો ક્યારે અને કયા કાર્યક્રમ માટેનો છે તેની માહિતી શેર કરી નથી, પરંતુ યુવકે આ વીડિયો પોસ્ટ કરીને તેને સિરમૌર (sirmaur caste discrimination case) જિલ્લાના શિલ્ઈનો મામલો હોવાનું જણાવ્યું હતું. 47 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, માઈક પર એક વ્યક્તિ જાતિના આધારે અલગ-અલગ ભોજન પીરસવાની વાત (FOOD SERVED ON THE BASIS OF CASTE) કરી રહ્યો છે. સાથે જ આ વીડિયો પોસ્ટ કરીને મદન રાંટાએ લખ્યું કે, 'આ આપણા હાટી પ્રદેશની હાલત છે અને કહેવામાં આવે છે કે, આપણે બધા એક જ સમુદાયના લોકો છીએ, પરંતુ અહીં રોટલી પણ જાતિ જોઈને આપવામાં આવે છે.
આ પણ વાંચો:બેતુલના ચંચલે નાકમાં 18 રબર નાખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
અમે તે લોકો છીએ જેઓ કહે છે કે, અમે એક જ સમુદાયના લોકો છીએ અને ખાવાની ટેવ પણ સમાન છે. અમે સાથે ખાઈએ છીએ અને અમારા મેળાઓ અને તહેવારો પણ સમાન છે. કોઈ જાતિ નથી, તો શું છે? યુવકે આગળ લખ્યું કે, તમે બધા વીડિયોમાં જુઓ કે, કેવી રીતે શિલ્લાઇની અંદર અસ્પૃશ્યતા છે. આ વિસ્તારમાં જાતિ અને અસ્પૃશ્યતા કોડથી ભરેલી છે. યુવાનોએ અપીલ કરી છે કે, જેમને પણ આ વીડિયો સમજાય છે, તે જરૂર શેર કરો, જેથી આવી ખાટી માનસિકતા ધરાવતા લોકોની વિચારસરણી દરેકને ખબર પડે.