ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર સરકારની નોટિસ બાદ ટ્વિટરે નવા નિયમોના પાલનનું આપ્યું વચન - ટ્વિટર બ્રાન્ડ ગાઈડલાઈન્સ

છેલ્લા થોડા દિવસથી ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેના વિવાદ પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટ્વિટર પહેલા પણ અને અત્યારે પણ ભારત સરકારના નિયમો અંગે પ્રતિબદ્ધ છે અને સામૂહિક વાતચીતની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતું રહ્યું છે. અમે ભારત સરકારને સુનિશ્ચિત કર્યું છે કે, ટ્વિટર, સરકાર દ્વારા બનાવવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરશે અને આ સંબંધમાં આગળના જે પણ નિર્ણય હશે. તે સમય સમય પર સરકાર સુધી પહોંચતા રહેશે. અમે આગળ પણ ભારત સરકારની સાથા રચનાત્મક વાતચીત ચાલુ રાખીશું.

કેન્દ્ર સરકારની નોટિસ બાદ ટ્વિટરે નવા નિયમોના પાલનનું આપ્યું વચન
કેન્દ્ર સરકારની નોટિસ બાદ ટ્વિટરે નવા નિયમોના પાલનનું આપ્યું વચન

By

Published : Jun 8, 2021, 11:34 AM IST

  • કેન્દ્ર અને ટ્વિટર વચ્ચેના વિવાદ પર લાગી બ્રેક
  • ભારત સરકારના નિયમો અંગે અમે પ્રતિબદ્ધઃ ટ્વિટર
  • સામૂહિક વાતચીતમાં ટ્વિટર મહત્વની ભૂમિકા ભજવતું રહ્યું છેઃ ટ્વિટર

નવી દિલ્હીઃ ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની ભારતને લઈને હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને પોતાના મંચ પર મહત્વપૂર્ણ સાર્વજનિક ચર્ચાની સુવિધા આપી રહી છે. અમે ભારત સરાકરને વચન આપીએ છીએ કે, ટ્વિટર નવા દિશાનિર્દેશનું પાલન કરવા માટે દરેક પ્રયત્ન કરી રહ્યું છે અને અમારી પ્રગતિનું સંક્ષિપ્ત વિવરણ વિધિવત રીતે નક્કી કરવામાં આવ્યું છે. અમે ભારત સરકારની સાથે સકારાત્મક વાતચીત કરતા રહીશું.

આ પણ વાંચો-RSSના દિગ્ગજ નેતાઓના ટ્વિટર હેન્ડલ પરથી હટ્યું 'બ્લૂ ટિક', કેન્દ્ર સરકાર અને Twitter વચ્ચે ટક્કર

ટ્વિટર એક એવું તંત્ર વિકસિત કરવાથી ખચકાતું રહ્યું છે

આ પહેલા મંત્રાલયે પોતાની નોટિસમાં કહ્યું હતું કે, ટ્વિટર દ્વારા આ નિયમોનું પાલન ન કરવું તે દર્શાવે છે કે, આ માઈક્રોગ્લોબિંગ સાઈટમાં ભારત પ્રત્યે પ્રતિબદ્ધતાની અછત છે અને આ ભારતના લોકોને પોતાના મંચ પર સુરક્ષિત અનુભવ રજૂ કરવાનો પ્રયાસ નહીં કરવા માગતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં લગભગ એક દશકથી વધારેનું સંચાલન છતા આ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે ટ્વિટર એક એવું તંત્ર વિકસિત કરવાથી ખચકાતું રહ્યું છે, જેનાથી ભારતના લોકોને તેમના મંચ પર પોતાના મુદ્દાઓને સમયબદ્ધ અને પારદર્શક અને સારી પ્રક્રિયાથી સમાધાનમાં મદદ મળશે.

આ પણ વાંચો- એવું તે શું થયું કે રાહુલ ગાંધીએ ટ્વિટર પર 50થી વધુ લોકોને અનફોલો કરવા પડ્યા? જુઓ

સરકારે સોશિયલ મીડિયા માટે નવા આઈટી નિયમો જાહેર કર્યા હતા

ઉલ્લેખનીય ચે કે, સરકારે સોશિયલ મીડિયા કંપનીઝ માટે નવા આઈ. ટી નિયમોની જાહેરાત કરી હતી. આ નિયમ અંતર્ગત ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા મંચ પર વધુ ઉપાયની જરૂર પડશે, જેમાં ભારતમાં મુખ્ય પાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારીની નિમણૂક સામેલ ચે.

ABOUT THE AUTHOR

...view details