ગુજરાત

gujarat

Sitharaman In Washington:ભારત આવો અને જુઓ, નાણાપ્રધાને નકારાત્મક પશ્ચિમી દેશોને આહવાહન કર્યુ

By

Published : Apr 11, 2023, 9:12 AM IST

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સોમવારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચ્યા હતા. આ દરમિયાન G-20 દેશોનું નેતૃત્વ કરતી વખતે તેમણે વિશ્વની સામે સળગતા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. સીતારામન એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમણે સોમવારે પ્રતિષ્ઠિત પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Sitharaman In Washington: નાણાપ્રધાને નકારાત્મક પશ્ચિમી દેશો પર વાત કરતા કહ્યું, ધારણા બાંધતા પહેલા ભારત આવો અને જુઓ
Sitharaman In Washington: નાણાપ્રધાને નકારાત્મક પશ્ચિમી દેશો પર વાત કરતા કહ્યું, ધારણા બાંધતા પહેલા ભારત આવો અને જુઓ

અમેરિકા: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન, યુએસમાં છે. અહીં સોમવારે (સ્થાનિક સમય) તેમણે પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ (PIIE)માં સંબોધન પણ આપ્યું હતું. અહીં તેમણે 'ભારતીય અર્થતંત્રની મજબૂતી અને વૃદ્ધિ' પર પોતાનું નિવેદન રાખ્યું. આ કાર્યક્રમમાં તેમણે ભારત પ્રત્યે પશ્ચિમની 'નેગેટિવ ધારણા' પર પણ વાત કરી હતી.

આ પણ વાંચોઃJK Crime: બારામુલલામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની કરાઈ ધરપકડ

રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માંગેઃ PIIE પ્રમુખ એડમ એસ. પોસેનને જવાબ આપતા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા પશ્ચિમી દેશોએ એકવાર આંકડાઓ પર ધ્યાન આપવું જોઈએ. આજે મોટી સંખ્યામાં રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માંગે છે. નકારાત્મક ધારણા સાથે આ કેવી રીતે શક્ય છે. તેમણે કહ્યું કે, હું એટલું જ કહેવા માંગુ છું કે, કોઈ પણ અભિપ્રાય બનાવતા પહેલા ભારત આવો અને જુઓ.

ભારતની વાસ્તવિકતાથી અજાણઃ PIIE પ્રમુખ એડમે તેમના સંબોધનમાં ભારતમાં 'મૂડી પ્રવાહને અસર કરતી ધારણાઓ' નો ઉલ્લેખ કર્યો હતો. પોસેનના પોતાના ભાષણમાં રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત કરવા અને મુસ્લિમ લઘુમતીઓ સામેની હિંસા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પોસેનના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, જે લોકો ક્યારેય ભારત આવ્યા નથી તેઓ ભારત વિશે વાત કરી રહ્યા છે. તેઓ જમીની સ્તરે ભારતની વાસ્તવિકતાથી અજાણ છે.

આ પણ વાંચોઃLand For Job Scam: બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આજે ED સમક્ષ થશે હાજર

બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તીઃ નાણાપ્રધાને કહ્યું કે, ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવે છે. 1947માં ભારતની આઝાદી બાદ દેશમાં મુસ્લિમોની વસ્તી વધી છે. પાકિસ્તાનનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ત્યાં લઘુમતીઓની વસ્તી સતત ઘટી રહી છે. નાણાપ્રધાન એ કહ્યું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોને મામૂલી મુદ્દા પર ઈશનિંદા કાયદાનો સહારો લઈને મોતની સજા આપવામાં આવી રહી છે. તેમને યોગ્ય તપાસ અને કાયદાકીય પ્રક્રિયાનો અધિકાર પણ નથી મળી રહ્યો.

ભારત એક ઉભરતું બજારઃ નાણાપ્રધાને કહ્યું કે, જે લોકો ભારતમાં અલ્પસંખ્યકોના અત્યાચાર અંગે અહેવાલો લખી રહ્યા છે, હું ઈચ્છું છું કે તેઓ ભારત આવે, કારણ કે તેઓ ભ્રમ પેદા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત એક ઉભરતું બજાર છે. તેને વિશ્વના રચનાત્મક અને સકારાત્મક સહકારની જરૂર છે. પશ્ચિમી દેશો ભારતના બજારનો ઉપયોગ કરે અને નકારાત્મક ધારણા ફેલાવે તે શક્ય નથી. ભારતીય સમાજ લવચીક છે, અહીં દરેક માટે જગ્યા છે. અમે સાથે મળીને અને નિશ્ચય સાથે પડકારોનો સામનો કરીએ છીએ. કોરોના રોગચાળા સામેની લડાઈમાં મળેલી સફળતા તેનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, WTOએ ઘટનાઓને વધુ ઉદ્દેશ્યપૂર્ણ રીતે જોવી પડશે. અલબત્ત તમે બધાને સાંભળો છો, પરંતુ તમારે સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત સમજવો પડશે અને સત્યને વધુ ધ્યાનથી સાંભળવું પડશે.

ABOUT THE AUTHOR

...view details