- ગુરુગ્રામમાં દ્વારકા એક્સપ્રેસ વે પર બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ ધરાશાયી
- ત્રણ લોકો ઈજાગ્રસ્ત
- હાલ બચાવ કામગીરી ચાલુ
હરિયાણા: રાષ્ટ્રીય પાટનગરને અડીને આવેલા ગુરુગ્રામમાં નિર્માણાધીન ફ્લાયઓવરનો એક ભાગ આજે સવારે અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટના દૌલતાબાદ ગામ પાસે ગુરુગ્રામ-દ્વારકા એક્સપ્રેસ વે પર થઈ હતી. આ ઘટનામાં ત્રણ કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હજુ ઘણા લોકોની દબાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.
આ પણ વાંચો: તેલંગણામાં ગેમ ગેલેરી થઈ ધરાશાયી, લગભગ 100 લોકો ઈજાગ્રસ્ત