ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની તબિયત બગડતા હોસ્પિટલ દાખલ કરાયા - પૂર્વ દોડવીર મિલ્ખા સિંહ

ફ્લાઈંગ શીખના નામથી પ્રખ્યાત પૂર્વ દોડવીર મિલ્ખા સિંહની તબિયત બગડતાં તેમને મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિલ્ખા સિંહ ગયા ગુરુવારે કોરોના સંક્રમિત થયા હતા.

ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની તબિયત બગડતા હોસ્પિટલ દાખલ કરાયા
ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની તબિયત બગડતા હોસ્પિટલ દાખલ કરાયા

By

Published : May 25, 2021, 10:15 AM IST

  • પૂર્વ દોડવીર મિલ્ખા સિંહની તબિયત બગડી
  • મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરાયા
  • મિલ્ખા સિંહ ગયા ગુરુવારે કોરોના સંક્રમિત થયા હતા

ચંદીગઢઃ પૂર્વ ભારતીય દોડવીર મિલ્ખા સિંહની તબિયત અચાનક બગડી ગઈ છે. તેઓ હાલમાં મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ છે. મિલ્ખા સિંહ ગયા ગુરુવારે જ કોરોના સંક્રમિત થયા હતા. સોમવારે તેમનું ઓક્સિજન લેવલ ઓછું થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃઅખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીની તબિયત લથડતાં ઋષિકેશ એઈમ્સમાં દાખલ

કોરોના સંક્રમિત થયા બાદ મિલ્ખા સિંહ હોમ આઈસોલેટ હતા

મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત થતા તેમના આરોગ્ય પર ધ્યાન આપી અને તમામ પ્રોટોકોલનું પાલન કરી તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃશરદ પવારનું સફળ રહ્યું ઓપરેશન, તબિયત સ્થિર: રાજેશ ટોપે

પરિવારના તમામ સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ અને મિલ્ખા સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના પોઝિટિવ થયા બાદ મિલ્ખા સિંહે કહ્યું હતું કે, અમારા ઘરમાં કામ કરતા અનેક લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેના કારણે પરિવારના દરેક સભ્યોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જોકે, ઘરમાં તમામ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, પરંતુ એક માત્ર મારો જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ લક્ષણ ન હોવા છતાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હું આશ્ચર્યચકિત છું. જોકે, ત્યારબાદ સોમવારે મિલ્ખા સિંહની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details