ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Jammu Kashmir: અરનિયા સેકટરમાં બોર્ડર પર દેખાયું પાકિસ્તાની ડ્રોન - પાકિસ્તાની ડ્રોન

BSF જવાનોને આજે ​​(2 જુલાઈ) સવારે 4:25 વાગ્યે પાકિસ્તાન સાથે સંબંધિત નાનો ક્વાડ કોપ્ટર (Pakistani Small Quada Copter) જોવા મળ્યું હતું અને ગોળીબારી બાદ ડ્રોન ભાગી ગયું હતું.

Jammu Kashmir
Jammu Kashmir

By

Published : Jul 14, 2021, 5:09 PM IST

  • અરનિયા સેકટરમાં બોર્ડર પર દેખાયું પાકિસ્તાની ડ્રોન
  • BSFએ ડ્રોનને ભગાડ્યું
  • એરફોર્સ સ્ટેશનમાં ડ્રોનથી કરાયો હતો વિસ્ફોટ

શ્રીનગર: જમ્મુના અરનિયા સેક્ટરમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર એક વાર ફરી પાકિસ્તાન ડ્રોન દેખાયું છે, જે સીમાની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાંચમી વખત ડ્રોન નજરે પડ્યું છે.

આ પણ વાંચો: Jammu And Kashmir: અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડ્રોન હુમલો

BSFએ ડ્રોનને ભગાડ્યું

BSF જવાનોને આજે ​​(2 જુલાઈ) સવારે 4:25 વાગ્યે પાકિસ્તાન સાથે સંબંધિત નાનો ક્વાડ કોપ્ટર (Pakistani Small Quada Copter) જોવા મળ્યું હતું અને ગોળીબારી બાદ ડ્રોન ભાગી ગયું હતું.

એરફોર્સ સ્ટેશનમાં ડ્રોનથી કરાયો હતો વિસ્ફોટ

જણાવી દઈએ કે, જમ્મુમાં રવિવારના રોજ ડ્રોનની મદદથી એર ફોર્સ સ્ટેશનમાં 2 વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે જમ્મુના કુંજવાનીના કાલુચક અને રત્નુચક વિસ્તારમાં સેનાના બ્રિગેડ મુખ્ય મથક ઉપર સતત બે દિવસ સુધી ડ્રોન ફરતા જોવા મળ્યા હતા. જો કે, સુરક્ષા દળોની તકેદારી અને ફાયરિંગ બાદ આ ડ્રોન અદ્રશ્ય થઈ ગયા હતા. આ પછી બુધવારે ડલ તળાવની નજીક પણ એક ડ્રોન જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: Drone at Jammu: જમ્મુમાં આર્મી બેઝ પાસે ફરી દેખાયા 2 ડ્રોન

ABOUT THE AUTHOR

...view details