ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Jammu-Kashmir : અરનિયા સેક્ટરમાં જોવા મળ્યું ડ્રોન, શોધમાં છે સુરક્ષાબળ

પાકિસ્તાન તરફથી સરહદે ફરી એક વખત શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું છે. બીએસએફએ સોમવારે સવારે 5.30 વાગ્યે અરનિયા સેક્ટરમાં આકાશમાં લાલ અને પીળી લાઇટ જોઇ હતી.

અરનિયા સેક્ટરમાં જોવા દેખાયું ડ્રોન, શોધમાં છે સુરક્ષાબળ
અરનિયા સેક્ટરમાં જોવા દેખાયું ડ્રોન, શોધમાં છે સુરક્ષાબળ

By

Published : Aug 23, 2021, 1:59 PM IST

  • હાલમાં પોલીસની મદદથી આ વિસ્તારની શોધ કરવામાં આવી રહી છે
  • પાકિસ્તાન ઘણી વખત અલગ-અલગ રીતે ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
  • ડ્રોન જોયા બાદ પોલીસ અને સેનાએ વિસ્તારમાં એલર્ટ જારી કરીને સુરક્ષા વધારી દીધી

શ્રીનગર: જમ્મુ -કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ(International Border) નજીક અરનિયા સેક્ટર(Arnia sector)માં સોમવારે સવારે 5:30 વાગ્યે ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ વિશે માહિતી આપતા બીએસએફે કહ્યું કે, સવારે નિયંત્રણ રેખા (LOC) અને આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) પર તૈનાત અમારા સૈનિકોએ આકાશમાં લાલ અને પીળી લાઈટ જોઇ હતી. જ્યારે અમારા સૈનિકોને જાણવા મળ્યું કે, તે એક ઉડતું ડ્રોન છે, ત્યારે તેમણે તરત જ તેના પર 25 LMG ગોળીઓ ચલાવી. જેના કારણે તે થોડી ઉંચાઈએ પહોંચ્યું અને પછી પાકિસ્તાન(Pakistan) તરફ ગયું. તે જ સમયે, તેમણે કહ્યું કે, હાલમાં પોલીસની મદદથી આ વિસ્તારની શોધ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- શ્રીનગર એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો, સર્ચ ઓપરેશન ચાલુ

બારી બ્રાહ્મણામાં તૈનાત જમ્મુ -કાશ્મીર પોલીસના જવાનોએ ડ્રોન જોયું

ખરેખર, પાકિસ્તાન ઘણી વખત અલગ-અલગ રીતે ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા સાંબાના બારી બ્રાહ્મણા વિસ્તારમાં આર્મી કેમ્પ પાસે રાત્રે 8.30 વાગ્યે ડ્રોન જોવા મળ્યું હતું. બારી બ્રાહ્મણામાં તૈનાત જમ્મુ -કાશ્મીર પોલીસના જવાનોએ ડ્રોન જોયું. અધિકારીઓએ ડ્રોન પર ફાયરિંગ કર્યું ન હતું, કારણ કે ડ્રોન રેન્જની બહાર ઉડી રહ્યા હતા.

વિસ્તારમાં એલર્ટ જારી કરી સુરક્ષા વધારવામાં આવી

સાંબાના એસએસપી રાજેશ શર્માએ જણાવ્યું હતું કે, સાંબાના બારી બ્રાહ્મણા વિસ્તારમાં મોડી રાત્રે ચાર સ્થળે ડ્રોનની શંકાસ્પદ હિલચાલની જાણ થઈ હતી. ડ્રોન જોયા બાદ પોલીસ અને સેનાએ વિસ્તારમાં એલર્ટ જારી કરીને સુરક્ષા વધારી દીધી છે. જેની માહિતી પર સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ સિવાય થોડા દિવસો પહેલા સારથીકલા નજીક બબ્બર નાલા વિસ્તારમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી.

આ પણ વાંચો- જમ્મુ-શ્રીનગર હાઈવે પર BSF જવાનોના કફલા પર ગોળીબાર, 2 જવાન ઘાયલ

29 જુલાઇએ પણ સાંબામાં ત્રણ અલગ-અલગ સ્થળોએ શંકાસ્પદ ડ્રોન જોયાની ચર્ચા

29 જુલાઇએ પણ સાંબામાં ત્રણ અલગ-અલગ સ્થળોએ શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોયાની ચર્ચા હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બારી-બ્રાહ્મણા, ચિલાદ્યા અને ગગવાલ વિસ્તારમાં રાત્રે 8.30 વાગ્યે ડ્રોન એક જ સમયે જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details