શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પવિત્ર અમરનાથ ગુફા વિસ્તારમાં વાદળ ફાટવાના (Amarnath cloud brust) કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. અનેક યાત્રાળુઓ (Amarnath yatra) ફસાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા ત્રણ લંગર (સામુદાયિક રસોડા) અને 25 પેસેન્જર ટેન્ટ ધોવાઈ ગયા હતા. લગભગ 40 યાત્રાળુઓ ગુમ છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.
વહીવટીતંત્રની સાથે NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં (Amarnath cloud brust Rescue operation ) લાગેલી છે. પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે એલજી મનોજ સિન્હા પાસેથી સ્થિતિ વિશે માહિતી લીધી છે. હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. હાલ પુરતી યાત્રા રોકી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન વિભાગના રિપોર્ટ અને અન્ય સ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. મોડી રાત સુધી બચાવ કાર્ય ચાલુ હતું.
આ પણ વાંચો:અચાનક પણી વધી જતા સ્કૂલબસ પૂરમાં ફસાઈ ગઈ, 25 વિદ્યાર્થીઓ હતા સવાર
પહેલગામના જોઈન્ટ પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે, અમરનાથ ગુફાના નીચાણવાળા વિસ્તારોમાં સાંજે લગભગ 5.30 વાગ્યે વાદળ ફાટવાની જાણ (Amarnath cloud brust) થઈ હતી. એસડીઆરએફ અને અન્ય સહયોગી એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. ITBPએ જણાવ્યું કે ઉપરના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ગુફાની ઉપરથી પાણી આવ્યું. હાલ વરસાદ બંધ થઈ ગયો છે.